એ ભૂલી ગયો કે કોને લૂંટી રહ્યો છે, યુવતીએ છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય એટલો ફટકાર્યો

26 વર્ષીય પોલ્યાના વીયોનાએ બતાવી દીધું છે કે જયારે તમને ડિફેન્સ આવડતું હોય તો તે લૂંટારાની શું હાલત થાય છે. વીયોના મિક્સડ માર્શલ આર્ટિસ્ટ છે અને UFC (Ultimate Fighting Championship) માં સ્ટ્રીટ ફાઈટર છે. તે શનિવારે રાતના પોતાના એપાર્ટમેન્ટની બહાર કેબની રાહ જોઈ રહી હતી ત્યારે એક અજાણી વ્યક્તિ તેની બાજુમાં આવીને બેસી ગઈ હતી. જેને બંદૂક દેખાડી લૂંટવાની અને છેડતી કરવાની કોશિષ કરી. પરંતુ ચોરની આ હરકતને જોતા યુવતીને એ હદે ગુસ્સો આવ્યો કે તેને ચોરના ચહેરા પર ધડાધડ મુક્કા માર્યા. યુવતી બીજું કોઇ નહીં યુએફીસ ફાઇટર પોલીયાના વિયાના છે.

બંદુક દેખાડી છતાં યુવતીએ તેને ઔકાત બતાવી દીધી

મળતી માહિતી પ્રમાણે ફાઇટર પોલીયાના રાત્રે પોતાના ઘરની બહાર કેબની રાહ જોતી હતી. આ દરમ્યાન તેની પાસે એક શખ્સ આવ્યો અને તેને સમય પૂછવા લાગ્યો. પોલીયાનાએ જેવો મોબાઇલ કાઢ્યો કે ચોરે તેના પર બંદૂક તાણી દીધી. બંદૂક દેખાડી શખ્સે પોલીયાનાને લૂંટવાની કોશિષ કરતા જ બરાબરનો ફટકાર્યો.

મને લાગ્યું કે તે ગન નકલી છે

યુએફસી પ્રેસિડન્ટ દાના વાઇટે એક તસવીર શેર કરી પોલિયાનાના ખૂબ વખાણ કર્યા છે. વાઇટે કહ્યું કે પોલીયાનાએ જે સાહસનો પરિચય આપ્યો છે તેને જોતા મને ખૂબ જ ગર્વ છે. પોલિયાના બંદૂક જોઇને પણ પાછળ હટી નહીં અને સતત ચોર પર મુક્કા વરસાવતી રહી. મને લાગ્યું કે તે ગન નકલી છે અને મનનું માનીને મેં તેના પર હુમલો કર્યો હતો. મેં તેને પંચ અને કિક માર્યા બાદ ચોક આપ્યો હતો જે તેને પાડવા માટે કાફી હતો. તે બાદ પોલીસે ઘટના સ્થળ પર આવી તેની ધરપકડ કરી હતી.તે ગન નકલી હતી અને કાર્ડબોર્ડથી બનેલી હતી. પોલીસ સ્ટેશન પહેલા તે ચોરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વીયોના રીંગમાં તેના એગ્રેશન માટે જાણીતી છે, તેણે આજ સુધી 12માંથી 10 ફાઇટ જીતી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter