GSTV
Home » News » દાડમમાં દમદાર ઉત્પાદન લેનારા દામજીભાઈએ કેવી રીતે મેળવ્યું મબલખ ઉત્પાદન

દાડમમાં દમદાર ઉત્પાદન લેનારા દામજીભાઈએ કેવી રીતે મેળવ્યું મબલખ ઉત્પાદન

કહેવાય છે કે “સાહસ વિના સિદ્ધિ નહિ” મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ખાનપર ગામના ખેડૂત દામજીભાઈ ઘોડાસરાએ આ કહેવત સાર્થક કરી છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે અથાગ પ્રયત્નો અને સાહસ કરીને દામજીભાઇએ દુષ્કળની સ્થિતી વચ્ચે ખેતીમાં અનોખી ક્રાંતી સર્જી છે. રાજ્યમાં ઓછું પાણી ધરાવતા વિસ્તારમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં અનિયમિત અને ઓછા વરસાદ સાથે તળના પાણી ઊંડા હોય વરસાદ આધારિત ખેતી પર વિશેષ ભાર મુકવામાં આવે છે. પરંતુ આ વિસ્તારના ખેડૂતો પણ હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે.

વાત કરીએ મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ ખાનપર ગામના દાનજીભાઈની. જેમણે સુકી જમીન પર દાડમની ખેતી કરી અનોખી ક્રાંતિ સર્જી છે. હાલ ૧૨ વીઘામાં દાડમના બગીચામાં ૧,૯૦૦ જેટલા રોપા પરથી ઉત્પાદન લેવામાં સફળતા મેળવી. તેઓ વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક લે છે.

આજથી પાંચ વર્ષ પહેલા કપાસ મગફળીના ભાવ ના મળતાં ખેડૂત દામજીભાઈએ બાગાયતી ખેતી તરફ વળવા મન બનાવ્યું. પરંતુ સૌથી પહેલી મુશ્કેલી હોય તો પાણીની. તેમના વિસ્તારમાં નથી નર્મદા કેનાલના પાણી આવતા કે નથી અન્ય કોઈ કેનાલના પાણીની સુવિધા. પાણીની મુશ્કેલી દૂર કરવા માટે દામજીભાઈએ દાર બનાવવાનું નક્કી કર્યું. ત્રણથી ચાર દાર કરાવ્યા છતાં પાણી ના આવ્યું. પરંતુ દામજીભાઈ હિંમત ના હાર્યા. અને છેલ્લે ૧૭૦૦ ફૂટ ઊંડો દાર બનાવતાં પાણી મળ્યું. હાલમાં તેમના બોરમાં ૩૫૦ ફૂટે પાણી આવે છે. જેના થકી ડ્રિપ ઈરિગેશન સાથે 12 વીઘામાં દાડમના વાવેતરમાં સફળતા મેળવી છે. ગત વર્ષે મોરબી જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થવા છતાં તેમને દાડમમાં પિયતની કોઈ તકલીફ પડી નહોતી.

ઓછા પાણીએ દાડમની ખેતીમાં દમદાર ઉત્પાદન લેવા માટે દામજીભાઈ ઘોડાસરાએ આધુનિક ડ્રિપ ઈરિગેશન સાથે ખેતી અપનાવી છે. તેમણે ૧૨ વીઘામાં કુલ ૧,૯૦૦ રોપામાં ૧૨ ફૂટ બાય ૮ ફૂટનું અંતર જાળવ્યું હતું. દાડમમાં વચ્ચેના ભાગમાં તેઓએ લીંબુ તેમજ એપલબોરના ૭૦ જેટલા ઝાડ પણ લગાવ્યા છે. લીંબુમાં આ વર્ષથી ઉત્પાદન ચાલુ થશે. તો દાડમનું તેઓ દર વર્ષે ૮ મા મહિનામાં ઈથરેલ છાંટી ફ્લાવરિંગ લગાવે છે.

દાડમનો ગ્રોથ સારો થાય તે માટે સમયસર છોડને આરામ આપ્યા પછી ખાતર. પાણીનું સિડયુલ બનાવવું પડે છે. તેઓ ડ્રિપમાં વોટરસોલ્યૂબલ ખાતરો સાથે ગૌમૂત્ર, જીવામૃત, ખાટી છાસ વગેરે પિયતમાં આપે છે. સાથે સાથે ખાટી છાસ અને ગૌમૂત્રનો છોડ પર સ્પ્રે પણ કરે છે. ખાટી છાસના લીધે ફૂગજન્ય રોગ ઓછા લાગે છે. દર વર્ષે દાડમની વાડીમાં કટિંગથી લઈને કાપણી સુધી માવજત પાછળ ૨ લાખ રૃપિયા જેટલો ખર્ચ કરે છે. ગત વર્ષે દાડમનું ૪ લાખ રૂપિયાથી વધુનું વેચાણ મળ્યું હતું. હવે દાડમનો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ આવકમાં વધારો થશે. ત્યારે દામજીભાઈ કપાસ, મગફળી કરતાં દાડમમાં વધુ વળતર મેળવી ગામ લોકો માટે આગવું ઉદાહરણ પૂરું પાડયું છે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!