દમણ પ્રશાસન દ્વારા કોરોનાના વધતા કેસ પર કાબુ મેળવવા સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે બીચ પર પ્રવાસીઓને ફરવાની મનાઈ ફરમાવી છે. જો કે ઉત્તરાયણ પર્વ હોય પ્રશાસનના વિક એન્ડ કરફ્યુથી અજાણ દમણમાં ફરવા આવેલા હજારો પ્રવાસીઓએ વીલા મોઢે પરત ફરવું પડ્યું.

વિક એન્ડ કરફ્યુથી અજાણ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ દમણ આવ્યા હતા. દમણમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વ દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ બીચ પર ફરવા આવે છે. આ વર્ષે પણ વાપી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ મકરસંક્રાંતિ પર્વ અને શનિ-રવીની રજાને ધ્યાને રાખી દમણ બીચ પર ફરવા આવ્યા હતાં. પરંતુ અહીં વિક એન્ડ કરફ્યુ હોવાથી શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ માટે બીચ પર પોલીસ પહેરો ગોઠવી પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. જેનાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા હતા. ગત રોજ 11 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે આજે આંશિક રાહત મળી છે. આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 10,019 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3090 કેસ તો સુરત કોર્પોરેશનમાં 2986 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 1274 કેસ તો રાજકોટ કોર્પોરેશનમાં 296 કેસો નોંધાયા છે. તો આજ રોજ 2 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. 4831 દર્દીઓ રિકવર થયાં છે.

રાજ્યમાં આજ રોજ નોંધાયા કુલ 55,798 એક્ટિવ કેસો
રાજ્યમાં કુલ 55,798 એક્ટિવ કેસો થઈ ગયા છે. તો 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો બીજી બાજુ 55,744 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે 8,40,971 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,144 એ પહોંચ્યો છે.

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ

છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના કેસોની વિગતો આપવામાં નથી આવતી
દેશમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનની વિગતો આપવામાં આવતી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ઓમિક્રોનના કેસોની વિગત આપવામાં આવી રહી નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર