GSTV

ગરબા રમવા હોય તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, આ પ્રશાસને ગરબા રમવાની આપી મંજૂરી

કોરોનાનો રોગચાળાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. આ રોગચાળાની ઝપેટમાં દુનિયા આખી આવી છે. ત્યારે રાજ્ય સરકારે આ વર્ષે આ મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં ગરબાનું આયોજન નહી કરવાનો નિર્ણય કર્યો છે. તો આ વર્ષે નવરાત્રીનાં ગરબાનું આયોજન મોટા પાયે તો થવાનું જ નથી અને સાથે જ શેરી ગરબાનાં આયોજનને પણ મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે  દમણ પ્રશાસને ગરબા રમવાની મંજૂરી આપી દીધી છે. ગરબાનાં ખેલૈયાઓ માટે આનંદનાં સમાચાર આવ્યા છે. મંજુરી બાદ દમણમાં ગરબા રમવા માટે મંજૂરી આપવામાં આવશે. તો સુરત, વાપી, વલસાડનાં ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબા રમવાનો આનંદ માણી શકશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને સરકારે નવરાત્રી દરમિયાન ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી નથી. માત્ર સોસાયટીમાં એક કલાક સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પૂજા અને આરતી કરવાની છૂટ આપી છે. તેમ છતા આજે અમદાવાદની એક સ્કૂલનો ગરબા લેતો વીડિયો વાયરલ થયો છે.

વેદાંતા ઈન્ટરનેશનલ સ્કૂલનો એક વિડીયો વાયરલ

અમદાવાદના ઈસનપુર ખાતે આવેલી વેદાંતા ઈન્ટરનેશનલ સ્કૂલનો એક વિડીયો સામે આવ્યો છે. જેમા શિક્ષકો ગરબે રમી રહ્યા છે. માતાજીની આરતી બાદ આ શિક્ષકો શાળામાં ગરબે રમ્યા હતા. જો કે સરકારે ગરબા અંગે પરમિશન ન આપી હોવા છતા આ સ્કૂલે ગરબા રમી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે. જેને લઈને અનેક સવાલો ઉઠી રહયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહયો છે. જો કે હવે જોવાનું એ રહ્યુ કે આ સ્કૂલ સામે તંત્ર કેવી કાર્યવાહી કરે છે.

હળવદવાસીઓએ ઘરે જ માનું સ્થાપન કર્યું

આજથી મા ભગવતીની ઉપાસના માટે નવલા નોરતાની શરૂઆત થઈ છે ત્યારે કોરોના કાળમાં હળવદવાસીઓએ ઘરે જ માનું સ્થાપન કર્યું હતું અને માની આરાધના કરી. શહેરના વિવિધ મંદિરો જેવા કે શક્તિ માતાજીનું મંદિર,ભવાની ભૂતેશ્વર મંદિર, હરસિદ્ધિ માતાજીનું મંદિર,સાપકડા બુટ ભવાની મંદિર, ચરાડવા આઈ રાજલનુ મંદિર, દીધડીયામાં શકિતનુ મંદિર,વગેરે મંદિરોને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યાં છે. નવ દિવસ સુધી રોજ માતાજીને અવનવા શણગાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે આ વર્ષે ગરમા રમવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે જેથી લોકોએ ઘરે જ માનું સ્થાપન કર્યું હતું અને કોરોના મ્હામાંરીમાંથી મુક્તિ અપાવો તેવી પ્રાર્થના કરી હતી.

READ ALSO

Related posts

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા દર્દીઓની સંખ્યા 1136 થઈ તો 1201 થયા સાજા અને 7 લોકોનાં થયા મોત

Mansi Patel

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva

BIG BREAKING: બિહાર કોંગ્રેસ મુખ્યાલય સદાકત આશ્રમમાં IT રેડ, મળી આવી લાખોની રોકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!