GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

લોકોએ અહીં અબજો રૂપિયાની નોટોને સળગાવી દીધી, અમુકે તો વોશિંગ મશીનમાં નાખી દીધા બંડલ

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. પણ દક્ષિણ કોરિયાના લોકોમાં તો એટલો ડર છે કે, તેમણે 2.25 ટ્રિલિયન ડોલરની નોટો અને સિક્કાઓ નષ્ટ કરી દીધા. દક્ષિણ કોરિયાના લોકોએ કોરોનાના ડરના કારણે આ નોટોને વોશિંગ મશીનમાં નાખી દીધી, જેથી તે ખરાબ થઈ જાય. અમુક લોકોએ તો નોટોના બંડલને ઓવનમાં નાખી દીધા, જેથી તે સળગી જાય. પરિણામ એ આવ્યુ કે, હવે ત્યાંની બેંકોમાં નોટોની કિલ્લત ઉભી થઈ છે. ત્યાંની બેંક ઓફ કોરિયાનું કહેવુ છે કે, વિતેલા છ મહિનામાં ત્રણ ગણી વધારે સળગેલી નોટો આવી છે. જાન્યુઆરીથી જૂનની વચ્ચે 1.32 અબજ વોન (1.1 અબજ ડોલર)ની સળગેલી નોટો બેંકમાં પાછી આવી છે.

બેંકમાં સળગેલી નોટો પાછી આવી

બેંકનું કહેવુ છે કે, 2020ના પહેલા છ મહિના દરમિયાન બેંકમાં 2.25 ટ્રિલિયન ડોલરની કિંમતની નોટો પાછી આવી છે. સાથે જ સિક્કાઓ પણ હતા. આ નોટો અને સિક્કાઓને ગરમ કરવા માટે ઓવન અથવા તો માઈક્રોવેવમાં નાખવામાં આવ્યા હતા. સાથે જ લોકોએ તેને વોશિંગ મશીનમાં પણ નાખ્યા હતા.

બેંકે પણ સળગાવી દીધી નોટો


આવી જ રીતે એક શખ્સ ત્યાં પોતાની 5.2 મિલિયન વોન માઈક્રોવેવની અંદર નાખી દીધી હતી. નોટો પર રહેલા કોરોના વાયરસ મરી જાય એટલા માટે આવુ કર્યુ હતું. જો કે, તેના નસીબ સારા હતા કે, મોટા ભાગની નોટો સારી રહી હતી. આ અગાઉ માર્ચ મહિનામાં બેંક ઓફ કોરિયાએ કહ્યુ હતું કે, બેંકે આવેલી તમામ નોટોને બે અઠવાડીયા માટે અલગ રાખી હતી. જેથી કોરોનાનું સંક્રમણ ઘટી જાય. એટલુ જ નહીં બેંકે અમુક નોટોને સળગાવી પણ દીધી હતી. દક્ષિણ કોરિયામાં 14 હજારથી પણ વધારે કોરોનાના કેસ આવ્યા છે.

READ ALSO

Related posts

સુરત મનપાના 500થી વધુ કોરોના વોરિયર્સ બન્યા સંક્રમણનો શિકાર, આટલાનો લેવાયો ભોગ

Bansari

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!