GSTV

NPCIએ ઘરેલુ ટ્રાન્જેક્શન પર આ ટેક્સને કર્યો ખતમ, આ ડિજિટલ પેમેન્ટ કંપીનઓની આવક પર થશે અસર

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યુ કે, તેઓ બધા જ ઘરેલુ UPI મર્ચેન્ટ ટ્રાન્જેક્શન માટે UPI ઈન્ટરચેન્જ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર શુલ્કને ખતમ કરવા પર સહમત થઈ ગયુ છે. આ નિર્ણયને કારણે GooglePay અને PhonePay જેવી કંપનીઓને નુકસાન થવાની આશંકા છે. NPCIના સર્કુલર પ્રમાણે, ટેક્સમાં આ ફેરફાર 1 જાન્યુઆરી 2020થી અમલ થશે. જો કે, હવે 30 એપ્રિલ 2020 સુધી અંતિમ અવધિ માટે આ ટેક્સ હટાવવામાં આવ્યા છે. આ મૈંડેટ્સ, ઇએમઆઈ, ઓવરડ્રાફ્ટી એકાઉન્ટ્સ અને બી2બી સંગ્રહ અને ચુકવણીઓ પર લાગુ નહીં થાય. MDR સમાપ્ત થયા બાદ ટેક્સ ખતમા કરાવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૂગલ પે અને ફોનપે થશે પ્રભાવિત

જેથી બેન્ક Rupay ડેબિટ કાર્ડ અને UPI ટ્રાંન્જેક્શન માટે વેપારીઓ પાસેથી MDR લઈ શકતા ન હતા. તેથી પહેલાથી જ આશા હતી કે, તેમને બીજા પક્ષકારો ને ટેક્સ આપવા પર પણ છૂટ આપવામાં આવી શકે છે. જો કે, આ પગલાથી GooglePay, PhonePay અને AmazonPay જેવી ડિજિટલ પેમેન્ટ્સ કંપનીઓની આવક પર પ્રભાવ પડશે. આ કંપનીઓએ UPI ઈકોસિસ્ટમમાં મોટુ બજાર હથિયાર માટે ઘણા પૈસા લગાવવામાં આવ્યા છે. તે પણ સ્પષ્ટ છે કે, જે ટેક્સ પહેલાથી જ લઈ લેવામા આવ્યા છએ તેની ભરપાઈ કેવી રીતે થશે. કારણ કે, ઘરેલુ UPI મર્ચેન્ટ માટે UPI ઈન્ટરચેન્જ અને પીએસપી ટેક્સને સમાપ્ત કરવાનો નિર્ણય 1 જાન્યુઆરીથી જ લાગુ થઈ ગયો છે.

TPA ને દરેક ટ્રાન્જેક્શન પર 30-35 ટકા કમાણી

આ ટેક્સને ખતમ કરવાથી GooglePay, PhonePay અને AmazonPay જેવી થર્ડ પાર્ટી એપ (TPA)ને UPI ટ્રાન્જેક્શન પર કંઈ પણ કમાવવાની કોઈ જ તક દેખાઈ રહી નથી. પ્રત્યેક યુપીઆઈ પી2એમ ટ્રાન્જેક્શન પર આ ટીપીએ સગભગ 30થી 30 પૈસા પીએસપી ટેક્સ તરીકે કમાણી કરતા હતા. હવે જોવુ રહ્યુ કે, બિઝનેસમાં ટકી રહેવા માટે આ કંપનીઓ પાસે પૈસા કમાવવાની બીજા ક્યાં-ક્યાં સ્ત્રોત નીકળશે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!