GSTV
Home » News » વાયુ વાવાઝોડાના કારણે અનેક માછીમારોની આજીવિકા છીનવાઈ

વાયુ વાવાઝોડાના કારણે અનેક માછીમારોની આજીવિકા છીનવાઈ

ભલે વાયુ વાવાઝોડું ડાયવર્ટ થઇ ગયું હોય. ભલે વાયુ વાવાઝોડાની ઘાત ટળી ગઇ હોય.પરંતુ માછીમારો માટે ચોક્કસપણે વાયુ વાવાઝોડુ નુકસાનદેહ સાબિત થયું છે. કારણકે માછીમારોની જિંદગી સમાન બોટને વાયુ વાવાઝોડાની અસરતળે ઘણું જ નુકસાન થયું છે.

હંમેશને માટે કુદરતના ખોળામાં જીવના જોખમે માછીમારી કરીને ગુજરાન ચલાવતા માછીમારો વાયુ વાવાઝોડાના એલર્ટને લઇને મધદરિયેથી માછીમારી કરતા પરત તો ફરી ગયા, પરંતુ તેમને માથેથી ખતરો ટળ્યો ન હતો. કારણકે વાયુ વાવાઝોડાની અસર તળે ગાંડોતૂર બનેલો દરિયો માછીમારો માટે નુકસાની લઇને આવ્યો હતો. માછીમારોએ દરિયાકાંઠે જેટી પર પોતાની બોટને લાંગરેલી હતી.પરંતુ ભારે પવન અને સમુદ્રના પ્રચંડ મોજાના કારણે માછીમારોની અનેક બોટ ફંગોળાઇ હતી. તો ઘણી મોટી બોટ પછડાવાના કારણે ભાંગીને ભુક્કો થઇ ગઇ હતી.

ગુજરાતના 1600 કિલોમીટરના લાંબા દરિયાકાંઠે લગભગ દરેક જગ્યાએ માછીમારો માટે આવી જ જીવ સટોસટની સ્થિતી હતી. પરંતુ સૌથી વધુ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં માછીમારી કરીને પેટીયૂ રડતા માછીમારો માટે મુશ્કેલી જાણે વધુ જ હતી. ભારે પવન અને દરિયાના પ્રચંડ મોજાના ભયને ભૂલીને માછીમારોએ જેમ તેમ કરીને તેમની જીવનની મૂડી સમાન બોટને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘણા માછીમારોની મહેનત રંગ પણ લાવી છે. કેમકે તેમની બોટ બચી ગઇ છે તો બીજી તરફ એવા માછીમારો પણ છે જેમના માટે વાયુ વાવાઝોડુ કાયમ માટે વરવી યાદ છોડીને ગયું છે. કારણકે તેમની બોટ પાણીમાં તણાઇ ગઇ છે.

READ ALSO

Related posts

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!