GSTV
Home » News » ઉનાળાની રજાઓમાં બાળક માટે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો- દાળ રોલ

ઉનાળાની રજાઓમાં બાળક માટે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો- દાળ રોલ

Dal roll recipe

સામગ્રી:

પા કપ મગની દાળ, પા કપ અડદ દાળ, પા કપ મસૂર દાળ, એક ચપટી હીગ, બે-ત્રણ લીલાં મરચાં ઝીણા સમારેલાં, નમક સ્વાદાનુસાર, ચારથી પાંચ બાફેલાં બટેટાં, બે કાંદા સમારેલાં, લાલા મરચાંનો પાઉડર સ્વાદાનુસાર, કોથમીર-ફુદીનાની ચટણી, અડધો કપ તેલ.

રીત:

ત્રણે દાળને ત્રણ કલાક સુધી અલગ અલગ પલાળી, મિકસરમાં પીસીને મિક્સ કરી લો. તેમાં સમારેલાં મરચાં, મીઠું નાખીને હલાવો. કડાઈમાં તેલ ગરમ કરી સમારેલાં કાંદા નાખો.

તેમાં ઝીણા સમારેલાં બટેટા નાખીને રાંધો. ત્યાર બાદ તેમાં મીઠું, લાલ મરચું નાખીને હલાવી લો. ગેસ પરથી ઉતારી આ શાક બાજુ પર મુકો. નોન સ્ટિક તવા પર દાળનું મિશ્રણ નાખીને ઢોસાની જેમ ફેલાવો. થોડું તેલ નાખી બન્ને બાજુથી શેકો. પછી તેમાં વચ્ચે શાક મુકીને તેની ઉપર ચટણી નાખો. દાળના ઢોસાને વાળીને વચ્ચેથી ટુકડા કરો. ટૂથ પીક લગાવીને ચટણી સાથે પીરસો.

Read Also

Related posts

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!