GSTV
Home » News » ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

બોટાદના જાળીલા ગામના ઉપ સરપંચ મનજી સોલંકીની હત્યાનો મામલો ઉગ્ર બન્યા બાદ મોડી સાંજે પરિવારજનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરાઇ છે. જેમાં પરિવારજનોની માંગ મુજબ 8 આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. તો પરિવારજનોની હથિયાર રાખવાની માંગને સ્વીકારાઇ છે. તો આ સાથે કેસ ઝડપી ચલાવવા સરકારી વકીલ આપવાની લેખિત બાંહેધરી મળતા આ મામલે ટૂંક સમયમાં જ સમાધાન થઇ જશે.


દલિત અગ્રણી મનજી સોલંકીની હત્યાના મામલે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ યોજી. આ સાથે નૌશાદ સોલંકીએ ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પડઘા પડે તેવા ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સામે ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે.

READ ALSO

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!