GSTV

પંજાબમાં ‘ઉનાકાંડ’: દલિત યુવકે પગાર માંગ્યો તો પહેલા તેને ટેક્ટર સાથે બાંધી દીધો અને માર્યો ઢોરમાર, 2 આરોપીઓની ધરપકડ

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

પંજાબના મુક્તસરમાં એક દલિત યુવકને પોતાનો જ પગાર માંગવો ભારે પડ્યો. યુવકે જયારે પોતાનો પગાર મંડ્યો માંગ્યો તો તેને ટ્રેક્ટર સાથે બાંધી દીધો અને તેને ઢોર માર મારવામાં આવ્યો. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને 2 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

પંજાબ

મળતી માહિતી મુજબ, આરોપીઓ પર દલિત યુવકનો પગાર બાકી હતો. યુવક છેલ્લા ઘણા સમયથી પગારની માંગ કરી રહ્યો હતો. પહેલા પણ પગાર માંગવા પર તેની સાથે નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે તો માનવતા લાગે તે રીતે તેને ટ્રેક્ટર સાથે બાંધીને માર મારવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

पुलिस की गिरफ्त में आरोपी.

યુવક જ્યાં કામ કરતો હતો ત્યાં તેનો 9 મહિનાનો પગાર બાકી હતો. તેની 9 મહિનાનો પગાર 1 લાખ 80 હજાર જેટલો પેન્ડિંગ હતો. જયારે યુવકે પોતાના  બાકી 1 લાખ 80 હજાર પગારની માંગ કરી તો તેને માત્ર 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા. જયારે યુવકે પોતાનો આખો પગાર માંગ્યો તો આરોપીઓ આક્રોશમાં આવી ગયા અને તેમણે યુવકને ટ્રેક્ટર સાથે બાંધી દીધો અને ઢોર માર માર્યો.

યુવકને માર મારવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરવામાં આવ્યો. જેને કારણે મુક્તસરમાં આખી ઘટનાની ચર્ચા શરૂ થઇ ગઈ. રવિવારે સાંજે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારબાદ પોલીસે સુખચૈન સિંહ ઉર્ફ સોનુ અને વકીલ સિંહની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 341, 342, 323, 34, આઇટી એક્ટ 67 અને એસસી-એસટી એક્ટની કલમ 34 હેઠળ કેસ દાખલ કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!