GSTV
Home » News » આ મહાન ખેલાડીએ વિરાટ કોહલી અને ભારતની કરોડો જનતાની માંગી માફી, કારણ છે રસપ્રદ

આ મહાન ખેલાડીએ વિરાટ કોહલી અને ભારતની કરોડો જનતાની માંગી માફી, કારણ છે રસપ્રદ

ટેસ્ટ ક્રિકેટના મહાન બોલર્સમાંથી એક, ડેલ સ્ટેને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને વિરાટ કોહલીની માફી માગી છે. તેમણે ભારતના એક અબજ લોકો પાસે પણ વ્યંગમાં માફી માગતા ટ્વિટ કર્યુ છે. હકીકતમાં સ્ટેનનો નિશાન હતાં સાઉથ આફ્રિકાના સિલેક્ટર્સ. જાણો શું છે સમગ્ર મામલો.

ડેલ સ્ટેનની માફી પાછળ આ છે કારણ

ડેલ સ્ટેનને ભારત પ્રવાસ માટે ટી-20 ટીમમાં સ્થાન નથી મળ્યું. પોતાના કરિયરમાં ઇજા સામે ઝઝૂમી રહેલા સ્ટેન આ ટૂર માટે તૈયાર હતો. સિલેક્ટર્સે જ્યારે ટીમની ઘોષણા કરી ત્યારે ડેલને ન સામે કરવાનું કારણ પણ ન જણાવ્યું. રસપ્રદ બાબત તો એ છે કે સિલેક્ટર્સે તેમ કહ્યું કે ક્રિસ મૉરિસે ટૂર માટે પોતાને અનુપલબ્ધ ગણાવ્યો હતો.

મૉરિસની વાતનો ઉલ્લેખ નીલ મેંથ્રપ નામના એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટે પોતાની ટ્વિટમાં કર્યો હતો. તેના જવાબમાં ડેલ સ્ટેને ટ્વિટ કર્યુ કે,મે પણ જણાવ્યું હતુ. કોચિંગ સ્ટાફ રી-શફલ કરવામાં મારો નંબર ક્યાંક ખોવાઇ ગયો. નીલે તેના પર કહ્યું કે, નવા સિલેક્ટર્સ તમને મોટી ગેમ્સ માટે બચાવી રહ્યાં છે. કોણ છે નવા સિલેક્ટર્સ?

તેના પર ડેલ સ્ટેને લખ્યું કે, વિરાટ કોહલી અને એક કરોડ લોકો પાસે માફી માગુ છું કારણ કે તે (મોટી ટીમ) નથી. સ્ટેનનો આ કટાક્ષ સિલેક્ટર્સ પર હતો કે તે ભારતને મોટી ટીમ નથી માનતાં. જો કે આ ઇમ્પ્રેશન પણ નીલે આપી, જેને સ્ટેને ફક્ત આગળ વધારી.

ડેલ સ્ટેને 5 ઓગસ્ટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. સ્ટેને (36) ઇંગ્લેન્ડ સામે 2004માં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી અને સાઉથ આફ્રિકા માટે પોતાના કરિયરમાં 93 મેચમાં કુલ 439 વિકેટ લીધી.

સ્ટેને ડિસેમ્બર 2004માં ઇંગ્લેન્ડ સામે પોર્ટ એલિઝાબેથમાં ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યુ હતુ. તે સાઉથ આફ્રિકાના સૌથી સફળ બોલર છે. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં શ્રીલંકા સામે રમી હતી.

Read Also

Related posts

છત્તીસગઢમાં 5 નક્સલીઓને સુરક્ષાબળોએ કર્યા ઠાર, અથડામણમાં 2 જવાનો ઘાયલ

Mansi Patel

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!