GSTV
Cricket Sports Trending Videos Viral Videos

39 વર્ષની ઉંમરે Dale Steynએ અનોખો કારનામું કર્યું, ક્રિકેટબોલ નહીં પરંતુ આ સ્ટંટમાં અજમાવ્યો પોતાનો હાથ: વીડિયો જોઈને ચોંકી જશો

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર Dale Steynએ ક્રિકેટ ઉપરાંત હવે એવું કારનામું કર્યું છે કે લોકો આંખો ફાડીને જોઈ રહ્યા છે. Dale Steynએ ક્રિકેટ બોલ નહીં પરંતુ સ્કેટ બોર્ડ પર શાનદાર સ્ટંટ કર્યો છે. સ્ટેઈન પોતાની ઝડપી બોલિંગથી લોકોના દિલ જીતી રહ્યો છે પરંતુ હવે તે પોતાની સ્કેટબોર્ડિંગ કુશળતાથી બધાને ચોંકાવી રહ્યો છે. સ્ટેઈન હાલમાં આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના કોચિંગ સ્ટાફનો ભાગ છે.

IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર Dale Steynના સ્કેટબોર્ડ ઉપર કરેલા સ્ટંટનો વીડિયો શેર કર્યો છે. આ ટ્વીટ શેર કરતાં સનરાઇઝર્સે લખ્યું, ‘સ્વેગ ક્યારેય ઓછો થતો નથી.’

39 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીમાં 93 ટેસ્ટ મેચ રમી અને 439 વિકેટ લીધી, જે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ છે. સ્ટેનની તેની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ 2013માં પાકિસ્તાન સામે જોહાનિસબર્ગમાં નાંખ્યો હતો. જેમાં તેણે પાકિસ્તાનને માત્ર 8 રન આપીને વિકેટો લીધી હતી. તેણે 125 વનડેમાં 196 વિકેટ અને 47 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 64 વિકેટ લીધી હતી. તેણે 27 નવેમ્બર 2013 ના રોજ પોર્ટ એલિઝાબેથ ખાતે પાકિસ્તાન સામેની મેચમાં તેની વન ડે કારકિર્દીના શ્રેષ્ઠ બોલિંગ કરતા તેની નવ ઓવરમાં 39 રન આપીને છ વિકેટ લીધી.

2008માં આઈપીએલની ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનથી જ તે ઘણી ટીમો માટે પોતાનું પ્રદર્શન કર્યું છે. આઈપીએલમાં રમતા સ્ટેને 95 મેચોમાં 22.43ની સ્ટ્રાઈક રેટ અને 6.92ની ઈકોનોમી સાથે 97 વિકેટ લીધી છે. સ્ટેઈનને RCBએ 2020 સિઝનમાં ખરીદ્યો હતો. તેણે તેની IPL કરિયરના છેલ્લા બે વર્ષમાં 5 મેચમાં 5 વિકેટ ઝડપી હતી.

READ ALSO

Related posts

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda

Investment Plan: 1000 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ પર મળશે 2 કરોડનું ફંડ, જાણો સમગ્ર વિગત

Hemal Vegda

Ration Card/ ડીલર પાસેથી રાશન લેવાના નિયમોમાં થયો ફેરફાર! જલ્દીથી જાણી લો શું છે નવા નિયમ

Hemal Vegda
GSTV