દાળ પકવાન વેચતા રેંકડી ચાલકે એક દિવસની કમાણી શહીદોના પરિવારને આપી દીધી

પુલવામા આતંકી હુમલાના શહીદોના પરિવારજનોને આર્થિક મદદ માટે સૌ કોઈ તત્પરતા દર્શાવે છે. ત્યારે જૂનાગઢના કેશોદ ખાતે દાળ પકવાન વેચીને ગુજરાન ચલાવતા વ્યક્તિએ પણ આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આથી દાળ પકવાન વેચતા રેંકડી ચાલકે આજની દિવસની કમાણી શહીદોના પરિવારને આપવાની જાહેરાત કરી હતી. એક સામાન્ય રેંકડીવાળાની દેશભક્તિની આ ભાવનાને સ્થાનિકોએ પણ આવકારી હોય તેમ ગણતરીની મિનિટોમાં દાળ પકવાન ખાલી થઈ ગયુ હતુ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter