GSTV

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Last Updated on June 12, 2021 by Zainul Ansari

અમેરિકાના લોસ એન્જિલસમાં 27 વર્ષની એક એડલ્ટ ફિલ્મ સ્ટાર ડકોટા સ્કાઈનું રહસ્યમય રીતે મૃત્યુ થયુ છું. હકીકતમાં થોડાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક ટોપલેસ ફોટો અપલોડ કરવા માટે તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી, જે પછી તેના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેના મૃત્યુ અંગે જાત-જાતની વાતો કરી રહ્યા છે.

મોત પાછળનું રહસ્ય હલ થતું નથી

એક અહેવાલ મુજબ ડકોટા સ્કાઈનું અસલી નામ લૉકેન સ્કોટ હતું. અમેરિકાના લોસ એન્જિલસમાં ડકોટાનું રહસ્મય રીતે મૃત્યુ થયુ. ડકોટાના પતિએ તેની બોડીની ઓળખ કરી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

એડલ્ટ સ્ટારની રિયલ લાઇફ સ્ટોરી

જોકે અત્યાર સુધી મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી થયુ, પરંતુ ડકોટાની આંટી લિંડા અર્ડેનનું કહેવુ છે કે તેની ભત્રીજીને દારૂ અને Fentanylની લત હતી. તેની રિયલ લાઇફ સ્ટોરી ખૂબ જ દર્દનાક છે. તેની એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવુ એક દુર્ઘટના હતી.

માતાના નિધન સમયે માત્ર 2 વર્ષની હતી ડકોટા

તેણે આગળ જણાવ્યું કે ડકોટા જ્યારે માત્ર 2 વર્ષની હતી, ત્યારે તેની માતાનું નિધન થયું. તેનું મૃત્યુ પણ વધારે દારૂ પીવાના કારણે થયુ.

સોશિયલ મીડિયા પર ડકોટાનું જાદુ

એડલ્ટ ફિલ્મ સ્ટાર ડકોટાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી વર્ષ 2013માં શરૂ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ડકોટાના 1.5 લાખથી વધુ ફોલોવર્સ છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેના મોટી સંખ્યામાં ફોલોવર્સ છે.

ટોપલેસ ફોટો માટે એડલ્ટ સ્ટારને કરવામાં આવી ટ્રોલ

ઉલ્લેખનીય છે કે ડકોટાએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક ટોપલેસ તસવીર શેર કરી હતી, જે પછી તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. ડકોટા તેનાથી ખૂબ જ પરેશાન હતી. તેના થોડાક જ અઠવાડિયા પછી તે મૃત્યુના સમાચાર સામે આવ્યા. અત્યાર સુધી સ્પષ્ટ નથી થયું કે ડકોટાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે.

Read Also

Related posts

SBI એપનો નવો નિયમ: ફટાફટ કરી લેજો આ કામ, નહીંતર કોઈને નહીં મોકલી શકો પૈસા, દરેક ટ્રાંઝેક્શન થઈ જશે ઠપ્પ

Pravin Makwana

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!