ખેડાના ડાકોરનું સુપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર 17 જાન્યુઆરીને પૂનમના દિવસે બંધ રહેશે. ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરના પગલે પોઝિટિવ કેસ વધવાથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે 18 જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. પૂનમના દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોવાને કારણે કોરોના સંક્રમણ ન ફેલાઇ તે માટે નિર્ણય લેવાયો હતો.

દ્વારકા મંદિરમાં ધ્વજા ચડાવવા માટે આટલી સંખ્યામાં જ ભક્તોને મંજૂરી
દ્વારકા મંદિરમાં પણ ભક્તોએ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું પડશે. દ્વારકાધીશને ધ્વજારોહણ કરવા આવતા ભક્તોને 20 ની સંખ્યામાં જ મંદિરમાં પ્રવેશ અપાશે. શનિવારથી આ નિયમોનું પાલન કરવામાં આવશે. જો કે આ નિર્ણયથી ભક્તોમાં કચવાટ શરૂ થયો છે. દ્વારકાધીશના મંદિરમાં દરરોજ યાત્રીકોની ભારે ભીડ રહેતી હોય છે. જેને લઇ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી તરફ 20 લોકોને ધ્વજા ચડાવવા જવાની મંજૂરી મળશે.
Read Also
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો
- આ છે ક્રિકેટના ઇતિહાસના 5 એવા રેકોર્ડ જેવા વિશે તમે નહીં સાંભ્યું હોય, વર્ષોથી કોઇ પણ નથી કરી શક્યુ બરાબરી
- ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે