GSTV

ડાકોરમાં થઈ રહી છે રથયાત્રાની તડામાર તૈયારીઓ, અમદાવાદમાં કાલે નેત્રોત્સવ વિધિનું આયોજન

રથયાત્રા

Last Updated on June 20, 2020 by Arohi

યાત્રાધામ ડાકોરમાં રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મંદિર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર લેટર લખવામાં આવ્યો છે. જેમા એવો ઉલ્લેખ કરાયો છે. કે પ્રશાસન દ્વારા મંદિર કમિટીને મદદ મળે. જેથી અગામી દિવસોમાં રથયાત્રા નીકળશે કે નહી નીકળે તે હવે કલેક્ટર અને પ્રશાસન દ્વારા નક્કી કરાવામાં આવશે.

મહત્વનું છે કે 18 તારીખથી મંદિર ખોલવામાં આવ્યું છે. ત્યારે ડાકોરવાસીઓને કેવી સુવિધા આપવામાં આવી રહી છે. તે જોવા માટે જિલ્લા સમહર્તાશ્રી આવ્યા હતા અને આગામી રથયાત્રા નીકળશે કે  નહી  નીકળે તે મુદ્દે પ્રશ્ન મંદિરના સેવકો અને આગેવાનોએ કર્યો હતો. ત્યારે સમહર્તા શ્રી એ સરકારી નિયમો અને ગાઈડલાઈન મુજબ મંદિર કમિટી સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

કાલે નેત્રોત્સવ વિધિનું આયોજન

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી નેત્રોત્સવ વિધિનું આગવું મહત્વ રહેલું છે. આવતીકાલે રવિવારે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાશે. પરંતુ રવિવારે સૂર્યગ્રહણ હોવાના કારણે નેત્રોત્સવની વિધિના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ગ્રહણને કારણે નેત્રોત્સવ વિધિ સવારને બદલે સાંજે યોજાશે. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં નેત્રોત્સવ વિધિનું માહાત્મ્ય જણાવ્યું.

Read Also

Related posts

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે બન્યો મગરનીપીઠ જેવો, વાહનચાલકોની હાલત બની અત્યંત કફોડી

pratik shah

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!