GSTV
Kheda-Anand Photos ગુજરાત ટોપ સ્ટોરી

ડાકોરથી લઇને શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

જન્માષ્ટમી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ડાકોરના ઠાકોરની એક ઝાંખી મેળવવા કલાકો સુધી હજારો ભક્તો કતારમાં ઉભા રહ્યા. અને રાત્રે મંદિરના કપાટ ખુલતા જ ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ જય રણછોડ, માખણચોરના જયઘોષ સાથે શ્રીજીના વધામણા કર્યા. આ સમયે ઉપસ્થિત ભાવિકભક્તોના નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલકી.ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું.

ભગવાનના જન્મ સમયે ભાવવિભોર બનેલા ભક્તો નાચતા-ગાતા ભગવાનના ભજનો સાથે રમઝટ બોલાવતા જોવા મળ્યા. જન્મ થયા બાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. જે બાદ ભગવાનને સુંદર મજાના વાઘા અને સોના-ચાંદીના દાગીના ધરાવવામાં આવ્યા. ત્યાર બાદ ભગવાનને સોનાના પારણામાં ઝૂલાવવામાં આવ્યા. રણછોડરાયજીના દર્શન માટે ભક્તોએ મોડી રાત્રી સુધી કતાર લગાવી. તેમજ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.

દ્વારકામાં કોણ છે… રાજા રણછોડ છે…

નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી… જે ઘડીની લાખો ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી. રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું ધરતી પર અવતરણ થયું. દ્વારકામાં જગત મંદિરના કપાટ ખુલતા જ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે વ્હાલાના વધામણા કર્યા. ભક્તોએ હાથી ઘોડા પાલકી… જય કનૈયાલાલ કી…. તેમજ દ્વારકામાં કોણ છે… રાજા રણછોડ છે…ના નાદ સાથે શ્રીહરિના જન્મની ઉજવણી કરી… લાલાને લાડ લડાવવા અધીરા બનેલા શ્રદ્ધાળુઓ તેમના દર્શન થતાં જ ભાવવિભોર બન્યા… ભગવાનના જન્મ થતાં જ ભાવિકભક્તો ઝૂમી ઉઠ્યા… કૃષ્ણ જન્મ સાથે જ ભગવાનની આરતી ઉતારવામાં આવી… આરતીના દર્શનનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી…

તુલસી શ્યામ તીર્થ ખાતે પણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ ગીરના જંગલ વચ્ચે બીરાજતા તુલસી શ્યામ તીર્થ ખાતે પણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ હતી.આજે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી.કોરોનાકાળના બે વર્ષ બાદ ભવ્યથી ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી..નંદ ઘરે આનંદ ભયોના નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો..

ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં પણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી

આ તરફ અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં પણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. હરેકૃષ્ણ મંદિરમાં શ્રીજીના જન્મને વધાવવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. ભગવાનનો જન્મ થતાંની સાથે જ ઉપસ્થિત ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. ના નાદથી મંદિર ગજાવ્યું. લાલાના જન્મ માટે હરેકૃષ્ણ મંદિર દ્વારા ખાસ કેક પણ બનાવવામાં આવી. મધરાતે કૃષ્ણજન્મ થતાંની સાથે જ કેક કાપી ઉજવણી કરવામાં આવી. હજારો ભક્તોએ ભાડજના હરેકૃષ્ણ મંદિરની મુલાકાત લઇ પ્રભુના ચરણોમાં શીશ ઝૂકાવ્યું.

શામળાજીમાં પણ દબદબાભેર જન્માષ્ટમીની ઉજવણી

આ તરફ અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન શામળાજીમાં પણ દબદબાભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. શામળાજીમાં બિરાજતા કાળિયા ઠાકોરને વધાવવા હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઉમટી પડી. મધરાત્રે ભગવાનના જન્મ સાથે જ ઉપસ્થિત હજારો ભાવિકભક્તોએ જય રણછોડ. માખણચોર.ના નારા સાથે શ્રીજીના જન્મને વધાવ્યો. તમામ ભક્તો જાણે કે કૃષ્ણભક્તિમાં લીન બની ગયા. વ્હાલાના વધામણા સાથે જ શ્રદ્ધાળુઓ કૃષ્ણભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા. શામળીયાની ઝાંખી મેળવી ભાવવિભોર બનેલા ભક્તોએ ધન્યતા અનુભવી.

સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શણાર્થે આવ્યા હતા. ભાવિક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લિંન જોવા મળ્યા હતા.જ્યારે મંદિરમાં દર્શનાર્થે આવેલી યુવતીઓ પણ કૃષ્ણ ભક્તિમાં મગ્ન જોવા મળી હતી.ભગવાન શ્રી કૃષ્ણને જળાભિષેક પણ કરાવવામાં આવ્યો હતો.ભગવાન ની માત્ર એક ઝલક મેળવવા ભક્તોએ ધક્કામુકી અને પડાપડી કરી હતી.

Read Also

Related posts

જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે, કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો

pratikshah

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

pratikshah

પીએમ મોદી-ઝેલેન્સકીની વાતચીતથી અમેરિકા ખુશ! કહ્યું- પુતિનને આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ થલગ કરી દીધા હતા

Hemal Vegda
GSTV