Last Updated on March 6, 2021 by Pritesh Mehta
રાજકીય મેળાઓ પૂર્ણ થયા છે અને હવે ધાર્મિક મેળાઓની શરૂઆત થઇ છે. ત્યારે, રાજકીય મેળાઓમાં લાખોની જનમેદની પર જેને વાંધો નથી પડતી તેવું રાજકીય પક્ષોના ઈશારે બુઠ્ઠું બની ગયેલું વહીવટી તંત્ર ધાર્મિક મેળાઓ પર પ્રતિબંધો લગાવી રહી છે. દર વર્ષે ઉજવાતી અમદાવાદની રથયાત્ર બંધ રાખવામાં આવી. બાદમાં, ગિરનારની પરિકમ્મા પણ બંધ રાખવામાં આવી હતી.

તાજેતરમાં ભવનાથનો મેળો પણ નહિ યોજવા સરકારે જાહેરનામું બહાર પાડી દીધું. ત્યારે હવે ડાકોરથી પણ ભક્તો માટે આવાજ સમાચાર આવ્યા છે. ખેડા જિલ્લા કલેક્ટરે આદેશ કરીને ફાગણી પૂનમનો મેળો બંધ રાખવાની જાહેરાત કરી છે.

યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરે નિર્દોશ કર્યો છે. આગામી તારીખ 28 માર્ચે ફાગણી પૂનમને લઈને 27,28 અને 29 એમ ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકોને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટરે નિર્દેશ કર્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ
- મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક
- Oral Symptoms of Covid/ માત્ર સ્વાદ જ નહિ, મોઢામાં દેખાવા વાળા આ પાંચ લક્ષણ હોઈ શકે છે કોરોનાના સંકેત
- તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ
- મોટી ઘટના/ કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, સપ્લાય બંધ રહેતા 22 લોકોના મોત
