GSTV

યાત્રાધામ ડાકોર અને સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર આ તારીખે રહેશે બંધ, ભક્તોને કરાઈ આ અપીલ

યાત્રાધામ ડાકોરમાં આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જન્માષ્ટમીના પર્વમાં ભીડ ભેગી ન થાય તે માટે આ દિવસે ભક્તો માટે મંદિર સંપૂર્ણ રીતે બંધ રહેશે. અને બંધ બારણે ગણતરીના લોકો વચ્ચે જ જન્મોત્સવ ઉજવાશે. કોરોના સંક્રમણ ફેલાય નહીં તે હેતુથી મંદિર મેનેજમેન્ટ આ મહત્વનો નિર્ણય કર્યો છે. દર વર્ષે ડાકોરમાં ખૂબ ધૂમધામથી નંદ મહોત્સવ ઉજવાય છે. પરંતુ આ વર્ષે ઉજવણી બંધ હેતા ભક્તો પણ નિરાશ થયા છે.

ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલ કરનાળીનું પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ચાલુ માસની ચૌદશ અને અમાસની તિથિ એટલે કે તારીખ ૧૮ અને ૧૯ ઓગસ્ટ બે દિવસ સાવચેતી અને તકેદારીના ભાગરૂપે સ્વૈચ્છિક પણે બંધ રાખવા માટેનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. શ્રાવણ માસને અનુલક્ષી ગુજરાત સહિત પરપ્રાંતમાંથી કુબેર દાદાના દર્શનાર્થે આવતા શિવ ભક્તોને આ સમયે ન આવવા અનુરોધ કરાયો છે.

READ ALSO

Related posts

સ્કૂલમાં ધોરણ 9થી 12માં એડમિશન લેવું છે તો આ છે અંતિમ તારીખ, સરકારે ડેડલાઈન જાહેર કરી

pratik shah

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!