GSTV

દેશમાં પ્રથમ વખત ખુલવા જઈ રહી છે ગધેડીના દૂધની ડેરી, 7000 રૂપિયે લીટર વેચાશે દૂધ

અત્યાર સુધીમાં તમે ગાય, ભેંસ, બકરી અથવા તો ઉંટના દૂધનું સેવન કરતા હોય તેવું સાંભળ્યુ હશે, પણ દેશમાં પહેલી વાર ગધેડીના દૂધની ડેરી ખુલવા જઈ રહી છે. સૌથી સારી વાત એ છે કે, ગધેડીનું દૂધ શરીરમાં ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા માટે સૌથી મહત્વની ભૂમિક ભજવે છે. દેશમાં પહેલી વાર રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર હિસારમાં હલારી નસલની ગધેડીના દૂધની ડેરી શરૂ થવા જઈ રહી છે. જેના માટે એનઆરસીઈએ 10 હલારી નસલની ગધેડીઓને પહેલાથી મગાવી લીધી છે. હાલમાં તેનું બ્રિડીંગ થઈ રહ્યુ છે.

સાત હજાર રૂપિયે લીટર દૂધ વેચાશે

બ્રીડીંગ બાદ ડેરીનું કામ જલ્દીથી શરૂ થઈ જશે. ગુજરાતની હલારી નસલની ગધેડીનું દૂધ ઔષધીઓનો ખજાનો માનવામાં આવે છે. જે બજારમાં બે હજારથી લઈને સાત હજાર રૂપિયે લીટર દૂધ વેચાઈ છે. જેનાથી કેન્સર, જાડાપણુ, એલર્જી જેવી બિમારીઓથી લડવાની ઉર્જા મળે છે. તેનાથી બ્યૂટી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. જે ખૂબ જ મોંઘા હોય છે. આ ડેરી શરૂ કરવા માટે વૈજ્ઞાનિકોની ખાસ મદદ લેવાઈ રહી છે.

ગધેડીના દૂધથી બાળકોને નહીં થાય એલર્જી


આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર અનુરાધા ભારદ્વાજ જણાવે છે કે, ઘણી વાર ગાય, ભેંસના દૂધથી નાના છોકરાઓને એલર્જી થાય છે.પણ હાલારી નસલની ગધેડીના દૂધથી કોઈ એલર્જી થતી નથી. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સીડેન્ટ,એન્ટી એજીન તત્વ પણ હોય છે. જે શરીરમાં ઘણી ગંભીર બિમારી સામે લડવા ક્ષમતા આપે છે. ગધેડીના દૂધમાં નામમાત્રનું ફેટ હોય છે.

પ્રોડક્ટ પણ થઈ રહી છે તૈયાર


ડેરી પહેલા અનુરાધાએ જ ગધેડીના દૂધની બ્યૂટી પ્રોડક્ટ બનાવવાનું કામ કર્યુ હતું. જે કેરલની કંપનીએ ખરીદ્યુ હતું. જ્યાં બ્યૂટી પ્રોડક્ટ તૈયાર થઈ રહ્યા છે. ગધેડીના દૂધમાંથી સાબૂ, લિપબામ અને બોડી લોશન તૈયાર થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan

78% માતાપિતા બાળકોને શાળામાં મોકલવા માંગતા નથી : બાળકોને ઓનલાઇન ભણવાનું પસંદ નથી, જાણી લો સરવેના મોટા રિઝલ્ટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!