GSTV
Astrology Life Trending

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 4 ફેબ્રુઆરી, 2019, સોમવાર
માસ પોષ વદ અમાસ, વિ.સં. 2075 આજે સોમવતી અમાસ છે.
નક્ષત્ર ઉત્તરાષાઢા (સ્થિર નક્ષત્ર છે. રાજધાનીમાં રહેવું, મકાન બાંધકામ, શાંતિકર્યો, નગર પ્રવેશ વગેરે માટે ઉપયોગી છે.)
યોગ સિદ્ધિ (શુભ યોગ છે)
કરણ ચતુષ્પાદ (શત્રુપીડાનું શમન કરવા માટે, પશુ અંગેના કાર્ય માટે ઉપયોગી)
આજની ચંદ્ર રાશિ મકર (ખ, જ)

દિનવિશેષ

  • આજે સોમવતી અમાસ
  • મૌની અમાવસ્યા
  • પ્રયાગરાજના કુંભમેળામાં શાહી સ્નાન
  • પીપળાના વૃક્ષનું પૂજન કરવું
  • શિવજીને દૂધ અને જળનો અભિષેક કરવો.
  • હરિ અને હર બેઉને રીઝવવાનો દિવસ છે.

રાશિફળ

મેષ (અલઈ) આપની માતાનું આરોગ્ય સાચવવું. પેટની બિમારીથી વિશેષ સાવધાની રાખવી. રાજનીતિમાં આજે સફળતા મળી શકે છે. બપોર પછીનો દિવસ વિશેષ આનંદમાં વિતે.
વૃષભ (બવઉ) પ્રવાસમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવી શકે છે. આજે વારસાઈ પ્રાપ્ત થઈ શકે છે અથવા અચાનક ધનપ્રાપ્તિ પણ શક્ય છે. નવું વાહન ખરીદવાના યોગ પણ રચાયા છે.
મિથુન (કછઘ) લેખન અને આંકડાકીય માહિતી એકત્ર કરવામાં વ્યસ્તતા રહે. ગળામાં કોઈ પ્રકારની તકલીફની ફરિયાદ આપને રહે. આજે નાણાંકીય લાભ મળવાપાત્ર છે. બપોર પછી પરદેશથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
કર્ક (ડહ) પ્રતિપક્ષ તરફથી આપના માટે અપેક્ષા ઘણી વધારે હોય. જુદા જુદા કાર્યમાં આપને પ્રવૃત્ત થવું પડે. સંધ્યા સમયે આપનું પ્રિયપાત્ર આપને ખુશ કરવા પ્રયત્ન કરશે. આપના દિલમાં પણ પ્રસન્નતા છવાઈ જશે.
સિંહ (મટ) અસ્થિભંગ ન થાય તેની દરકાર રાખજો. આજે આરોગ્ય જાળવવાનો દિવસ છે. શરદીજન્ય રોગથી પણ આપે વિશેષ સાવધાની રાખવી પડશે. શિવ ઉપાસના કરજો આજની તકલીફમાંથી ઘણી રાહત મળશે.
કન્યા (પઠણ) સાંસારીક મુશ્કેલીમાંથી હજુ રાહત મળતી જણાતી નથી. આજે મન શાંત રાખવું. ઓમ નમોભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ અખંડ મનમાં રાખજો. અમંગળ નહીં થાય પણ અમંગળ થવાનો ડર આપને સતાવી શકે છે.
તુલા (રત) ઘરમાં મહેમાનોનું સ્વાગત કરવું પડે. રાત્રે સૂવાનો સમય સચવાય નહીં તેવું પણ શક્ય છે. નોકરીમાં શુભ સમય રહેશે. આવક પ્રાપ્ત થશે અને આરોગ્ય પણ જળવાશે.
વૃશ્ચિક (ન,ય) નાના-મોટા ઘણાં કાર્યો આજે હાથ ઉપર લેવા પડે. અતિ વ્યસ્ત દિવસ વિતે તેવું દર્શાવે છે. પિતાનું આરોગ્ય જાળવજો. વેપારમાં આજે થોડી નિરસતા રહે. પણ, સંબંધો દ્વારા આપને સુખ પ્રાપ્ત થાય.
ધન (ભ,ધ,ફ,ઢ) ધન-સંપત્તિ પ્રાપ્ત થાય. પ્રવાસના યોગ પણ રચાયા છે. ગુહ્યરોગથી સાચવજો. લોન સંબંધી કાર્યનો ઉકેલ આવશે. પિતા દ્વારા અચાનક ધનપ્રાપ્તિ પણ શક્ય છે.
મકર (ખજ) સંતાન પરદેશ ભણવા જવાની ઇચ્છા દર્શાવે. ભાગ્યમાં નવો વળાંક પણ દર્શાવે છે. મુંઝાઈ જવાની જરૂર નથી સૌ શુભ થશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થાય અને આનંદમાં દિવસ વિતે.
કુંભ (ગશષસ) જમીન સંબંધી લાભ થાય. જૂની જમીન લાભ અપાવે. વડીલો દ્વારા આપને લાભ પ્રાપ્ત થાય. હાથની બિમારીથી સાવધાન રહેવું. પીવા પદાર્થમાં આપે સાવધાની રાખવી.
મીન (દચઝથ) તમારા દ્વાર પારીવારિક મુશ્કેલી ન સર્જાય તેનું આપે ધ્યાન રાખવું પડશે. સર્વ પ્રકારે આજે લાભ તો થાય પણ પરિવાર આપનાથી નારાજ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખજો. સહકર્મચારી દ્વારા પણ આજે આપને સહકાર પ્રાપ્ત થાય.

પ્રશ્ન – માનસિક શાંતિ મેળવવા શું ઉપાય કરવા

  • ચાંદીના ગ્લાસમાં પાણી પીવું
  • સ્નાન કરવાના પાણીમાં થોડું ગુલાબજળ ઉમેરવું.
  • વદ પાંચમથી પુનમ સુધી રાત્રે દૂધમાં હળદર નાંખી પીવું
  • ઘરમાં તુલસી અને ગલગોટાનો છોડ વાવવો

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ [email protected]

ઈતિ શુભમ્

READ ALSO

Related posts

વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે

Padma Patel

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ

Hina Vaja
GSTV