GSTV
Home » News » આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 26 જાન્યુઆરી, 2019, શનિવાર
માસ પોષ વદ છઠ, વિ.સં. 2075
નક્ષત્ર હસ્ત
યોગ સુકર્મા
આજની ચંદ્ર રાશિ કન્યા (પ, ઠ, ણ)

દિનવિશેષ

  • આજે ગણતંત્રદિન
  • મૃત્યુયોગ અને યમઘંટક યોગ સૂર્યોદયથી બપોરે 3.06 સુધી
  • રવિયોગ બપોરે 3.06થી આવતીકાલ બપોરે 2.27 સુધી
  • શનિદેવે નવમાંશ બદલ્યું છે પોતાના ઊચ્ચ નવમાંશમાં ભ્રમણ પ્રારંભ કર્યું છે. માટે શનિદેવની પૂજા ઉપાસના કરજો ખૂબ સુંદર ફળ મળશે.

રાશિફળ

મેષ (અલઈ) ધર્મકાર્યમાં આપની સમજણ વધુ મજબૂત થશે. આપ જે કાર્ય કરશો તેમાં વ્યવહારીક જ્ઞાન પણ સમાયેલું જ હશે. ઓફિસમાં કાર્યભાર થોડો વધુ રહેશે. કાર્ય અંગે આજે ટૂંકી મુસાફરી થોડી વિશેષ જણાય છે. સવારનો સમય થોડો સંઘર્ષવાળો દેખાય છે. શાંતિ જાળવવી.
વૃષભ (બવઉ) કાર્યમાં સફળતા મળતી દેખાય છે. આપની બુદ્ધિશક્તિ ખીલી ઊઠે. ધનલાભ પણ પ્રબળ થયો છે. માટે, આજે આવકની શક્યતા નકારી નથી શકાતી. બપોર પછીનો સમય થોડો ગૂંચવાડાભર્યો દર્શાવે છે.
મિથુન (કછઘ) સૂર્યોદયથી પ્રથમ બે કલાકમાં આપના વિચારો ઉત્તમ હશે. જે વિચારો આ સમય દરમિયાન આવશે તે પ્રગતિકારક હશે. સાંજે 7.30 થી 9.00 દરમિયાન આરોગ્યની કાળજી રાખજો, થોડું અસુખ વર્તાય તેમ લાગી રહ્યું છે.
કર્ક (ડહ) પ્રવાસની શક્યતા જણાય છે. ઘરમાં ખુશાલીનો માહોલ સર્જાઈ શકે છે. આપને બઢતીની તકો મળે, પરદેશ જવાની તકોનું નિર્માણ પણ થઈ શકે છે. સ્વપ્રયત્ન આજે વધુ ખીલી ઊઠશે. 11.30 થી 1.30 સુધીના સમયગાળામાં શુભ સમાચાર મળી શકે છે.
સિંહ (મટ) સવારે આવકના વિચારો મનમાં હાવી થાય. પોતાની પ્રગતિ ક્યાં છે, પ્રગતિ કેવી રીતે થશે તે દિશામાં વિચારતા થશો. ભાષામાં સંયમ રાખવો પડશે. ધનવ્યયના યોગ પણ દર્શાવે છે.
કન્યા (પઠણ) સવારે 10.30 પછી જીવનસાથી સાથે થોડો મતભેદ સર્જાઈ શકે છે માટે સાવધાન રહેવું. આજનો દિવસ આપની ઇચ્છા પ્રમાણે નહીં વિતે માટે સંયમ રાખજો. બપોર પછી આપનો લાભની સુગમ બને છે.
તુલા (રત) ધનલાભ ઉત્તમ છે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે. તમારું મનવાંછિત પાત્ર તમને મળી શકે છે. જીવનસાથી સાથે પ્રેમભર્યા સંબંધોમાં વધુ પ્રગતિ થશે જો કકળાટ થશે તો વાત ઘણી આગળ વધી જાય. માટે, જેટલો સુમેળ રાખશો તેટલી જ વધારે પ્રગતિ થશે.
વૃશ્ચિક (ન,ય) આપના માતા-પિતા તરફથી આપને શુભ સમાચાર મળી શકે છે. વેપાર-રોજગારમાં પ્રગતિની તકોનું નિર્માણ થશે. પરદેશ જવાની શક્યતા વધી જાય છે. જો નોકરી કરતા હશો તો પ્રગતિનો માર્ગ મોકળો થશે. સવારે વેપારમાં ઊજળી તકો મળશે.
ધન (ભ,ધ,ફ,ઢ) વેપારમાં થોડી મંદિ વર્તાશે. પણ, જમીન-મકાન ક્ષેત્રે લાભ દેખાય છે. પ્રવાસના યોગ પણ વર્તાય છે. આજે એસીડીટી જેવા રોગથી સાચવવું. માતાનું આરોગ્ય જાળવવું અને ઘરમાં શાંતિથી દિવસ પસાર કરવો. ઉશ્કેરાટથી બચવું.
મકર (ખજ) રાજનીતિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે યશ-માન-પ્રતિષ્ઠા મળવાનો સમય છે. ભાગ્યના બળથી આગળ વધી શકાશે. આપના સ્વપ્રયત્નો આજે બળવાન થઈ આપને લાભ આપી જશે.
કુંભ (ગશષસ) અટક્યુ કાર્ય ભાગ્યના બળથી સિદ્ધ થશે. જીવનસાથી સાથે આજે પ્રગતિની તકો રચાશે. પિતા સાથે આજે થોડો મતભેદ થઈ શકે છે. અતિશય ગુસ્સો ન કરવો. વેપારમાં આજે નવી તકો સાંપડશે. બાંધકામ ક્ષેત્રે નવાં કાર્યોનો આરંભ થાય.
મીન (દચઝથ) પોતાના માટે વધુ ખર્ચ થશે. નોકરીમાં ઊચ્ચ તકો મળશે. આપનું પ્રમોશન થઈ શકે છે. બપોર પછીનો સમય આપના માટે કષ્ટ ઉપજાવનારો રહેશે. માટે, સંયમપૂર્વક કાર્ય કરવું.

આજે આપને દુર્ગાઅષ્ટાક્ષર મંત્ર આપને આપું છું…

  • આ મંત્રમાં અદભુત શક્તિ સમાયેલી છે
  • આ મંત્રથી વાકસિદ્ધિ, પુત્રપ્રાપ્તિ, શત્રુવિજય તેમજ રોગમુક્તિ મળે
  • આ મંત્રજાપ દ્વારા માતા જગદંબાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે
  • આ મંત્ર છે – ઓમ હ્રીં દું દુર્ગાય નમઃ
  • આ મંત્ર 1 લાખ વખત જપવાથી સિદ્ધ થાય છે

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

Read Also

Related posts

8 વર્ષનાં બાળકે પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જુનો રેકોર્ડ

pratik shah

એક્ટિંગના મેદાનમાં ઉતર્યાં ક્રિકેટર ઈરફાન પઠાણ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

Kaushik Bavishi

ભારતીય શટલરે બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝ કરી પોતાના નામે, જાણો તેની વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!