GSTV

કામ આપવાના બહાને શ્રમિક તરૂણીને ભોળવી, રૂમ પર લઇ જઇને નરાધમે બનાવી હવસનો શિકાર

તરૂણી

Last Updated on September 5, 2020 by Bansari

કાપોદ્રા વિસ્તારની શ્રમજીવી પરિવારની તરૂણીને કડીયા કામની મજૂરી કામ અપાવવાના બહાને પોતાની રહેણાંક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરનાર પરિચીત શ્રમજીવી યુવાન વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી છોટાઉદેપુરની રહેવાસી ત્રણ શ્રમજીવી બહેન પૈકી 17 વર્ષીય રમીલા (નામ બદલ્યું છે) મજૂરી કામ માટે કાપોદ્રા ચાર રસ્તા પાસે ઉભી હતી.

જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુજાર્યો બળાત્કાર

તે દરમ્યાન લેખરાજ ગુર્જરે રમીલાને ચાલ કડીયા કામ પર જઇએ એમ કહી ઓટો રીક્ષામાં બેસાડી પોતાના રહેણાંક રૂમ ખાતે લઇ ગયો હતો. જયાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રમીલા સાથે જબરજસ્તી દુષ્કર્મ કર્યુ હતું. રમીલાએ પ્રતિકાર કરતા હવસખોર લેખરાજે હાથથી મોંઢુ દબાવી દીધું હતું અને કોઇને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ રમીલાને પરત ઓટો રીક્ષામાં કાપોદ્રા ચાર રસ્તા ખાતે મુકીને ચાલ્યો ગયો હતો. ઘરે આવ્યા બાદ રમીલાને ગુપ્તાંગમાં પીડા થતી હોવાની લેખરાજે પોતાની સાથે આચરેલા કૃત્યની જાણ મોટી બહેનને કરી હતી. જેથી ત્રણેય બહેન લેખરાજના ઘરે ગયા હતા પરંતુ તે ઘરે ન હતો. ત્યાર બાદ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કડીયા કામની મજૂરી કરતી ત્રણેય બહેન સાથે લેખરાજ પણ મજૂરી કામ કરવા આવતો હોવાથી એકબીજા સાથે પરિચીત છે.

Read Also

Related posts

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana

હવે સાચવજો/ ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં અને કેટલાં કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!