GSTV

આ રાશિના જાતકોએ આજે મળી શકે છે અનેક લાભ પણ લાગણીઓ પર રાખવો પડશે કાબૂ

Last Updated on November 4, 2019 by

મેષ : તમારી સમાજિક ઘટના તમને તમારા ભૂતકાળના લોકો સાથે ફરીથી જોડાવવામાં મદદ કરશે. તે કેટલીક જૂની વાતચીત કરાવી શકે છે જે તમારા માટે કેરિયરની તક બની શકે છે. જો કે કોણ આજુબાજુ છે અને કોણ સાવચેત નથી તે તમે નક્કી કરો એવું સુનિશ્ચિત કરવું પડશે.


વૃષભ : સામાન્ય રીતે જે ચીજો પર તમે નિર્ભર રહો છો તે આજે તમને થોડીવાર માટે છોડી શકે છે. એ કાં તો કોઈ વ્યક્તિ હોઈ શકે છે, કાં તો ઈન્ટરનેટ, કે પછી તમારો ફોન. ગભરાવવાની જગ્યાએ તમારી જરૂરિયાતથી દૂર રહીને દિવસનો આનંદ ઉઠાવવાની કોશિશ કરો. માથે લેવું અને પોતાના દૈનિક કાર્યોની જગ્યાએ અન્ય ચીજો પર ધ્યાન આપવું તમારા માટે સારું રહેશે.
મિથુન: બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. ઘરમાં ઉપયોગ થનારી વસ્તુ ખરીદી શકશો. સોચ સકારાત્મક રાખો. વિશ્વસનિય વ્યક્તિનો સહયોગ મળશે. ભાવનાઓનું સન્માન થશે.
કર્ક: નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધશે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તેના પર કામ કરશો. વ્યવહારકુશળતાથી તમને અધિકારીઓનું સન્માન મળશે. જૂના રોગ દૂર થશે. કઈંક નવું કરવાની ઈચ્છા થશે.

સિંહ: બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. અટવાયેલા પૈસા મળવાના યોગ છે. કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. કોશિશ સફળ થશે. ઓફિસના કામથી મુસાફરી થશે. જે ફાયદાકારક નીવડશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ ઈચ્છા પૂરી થશે. અપરણીત લોકો માટે સારો દિવસ છે. લગ્નનો પ્રસ્તાવ મળવાના યોગ છે.
કન્યા: નોકરી અને બિઝનેસના નિર્ણયો ભાવનામાં આવીને ન લો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂના વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ રહેશે. માનસિક પરેશાની વધશે. નીકટના સંબંધમાં અચાનક ઉલટફેરના યોગ છે. થોડા પરેશાન રહેશો.
તુલા: દેવામાંથી છૂટકારો મળશે. તમારા કામ પર પૂરી નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારા માટે યોજના બનાવવી એ મહેનત કરવા કરતા પણ વધુ કારગર સાબિત થશે. તમારા માટે પરિવાર, સંપત્તિ-જમીન, મિત્રો અને સંબંધીઓ ખુબ ખાસ હોઈ શકે છે. તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે.
વૃશ્વિક: બિઝનેસ સારો ચાલશે. કોઈ ખાસ કામ પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભૌતિક સુવિધાઓ તરફ ઢળશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન-સંપત્તિ ખરીદવામાં ધ્યાન રહેશે. રોકાણની યોજના બનશે. અચાનક સૂઝનારી કે અચાનક મળનારી કોઈ વ્યક્તિ ફાયદો કરાવશે. આરામ મળી શકે છે.

ધન: નોકરીમાં પદોન્નતિની સંભાવના છે. પોતાનો કોઈ ધંધો હોય તો તેના પર ધ્યાન રહેશે. બિઝનેસ અને કામકાજ સંબંધી પરેશાનીઓ દૂર થશે. ફાલતુ ભાગદોડ ખતમ થઈ શકે છે. દિવસ સારો રહેશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સારો દિવસ છે.
મકર: આર્થિક મામલે સુધાર થઈ શકે છે. નવા કોન્ટેક્ટથી ફાયદો થઈ શકે છે. તમારા કામકાજના વખાણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં મનગમતી બદલી કે પદોન્નતિની સંભાવના છે. દાંપત્યજીવન પણ સુખદ રહેશે. લવ લાઈફ માટે સારો દિવસ છે.
કુંભ: બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકો સાથે સંપર્ક બનશે. કામકાજ વધશે. સાથેના લોકોનો સહયોગ મળશે. નવા લોકો સાથે સંબંધ સારા થશે. બેરોજગારોને નોકરી મળશે. આર્થિક સ્થિતમાં જલદી સુધારો આવી શકશે. વિચારેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળશે.

મીન: વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ, થાક થશે. કેટલાક નાના કામોમાં પરેશાનીઓ રહેશે. આવક મુજબ જ ખર્ચ કરો તો સારું રહેશે. આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખો. કોઈ વાત પર થોડી બેચેની થઈ શકે છે. જોશમાં આવીને કોઈ રોકાણ ન કરો.

Read Also

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

Food Funda / દેશી ઘીને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે તેમાં નાખો આ પાંચ વસ્તુઓ, મળશે શ્રેષ્ઠ પરિણામ

Vishvesh Dave

Indian Railways : રેલવેએ યુવાનો માટે શરૂ કરી રેલ કૌશલ વિકાસ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે આપશે તાલીમ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!