GSTV

કર્ક રાશિના જાતકોએ આજે બિઝનેસમાં સાચવવું, જાણો તમારું ભવિષ્ય શું કહે છે?

મેષ : અનેક દિવસોથી અટકેલા કામો પૂરા થશે. છબી સુધારવાની તક મળશે. વિચારેલા કામો પૂરા થશે. કૌટુંબિક મામલાઓનો ઉકેલ આવશે. પરણિત લોકોને સુખ મળશે. પ્રેમ વધશે. જૂની બીમારીઓમાં રાહત મળશે.
વૃષભ : કારોબારમાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રે સન્માન મળશે. મહેનતથી ધન કમાશો. જે કામ અધૂરા હતાં તે પૂરા થશે. નવા કરાર કે સંબંધ થશે. સમય સારો છે. અનેક ક્ષેત્રમાં સક્રિય રહેશો. અવિવાહીત લોકોને રોમાન્સની તક છે. મુસાફરી થશે.

મિથુન: ઉતાવળમાં કોઈ કામ ન કરો. નાણકીય સ્થિતિની ચિંતા કરવી પડશે. ફાલતુ ખર્ચ થશે. નોકરી અને ધંધામાં કોઈ વાતને સમસ્યા થશે. નાણાકીય મામલે સાવધાની રાખો. વર્કપ્લેસ પર તણાવની સ્થિતિ થશે.
કર્ક: બિઝનેસ ન વધારો તો સારું છે. જે ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવધાની રખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી કામ લેશો. લવલાઈફ માટે સારો દિવસ છે.

સિંહ: કાર્યક્ષેત્રમાં નવા કરાર અને સંધિ થવાની શક્યતા. સામાજિક કામકાજમાં સન્માન વધશે. મિત્રો બનશે. કોઈ દૂરના સ્થાન પર ધ્યાન રહેશે. ઓફિસમાં ગુપ્ત રીતે કોઈ મદદ કરી શકે છે. રોમાન્સ માટે સારી તક. પાર્ટનર આર્થિક મદદ કરશે.
કન્યા: કારોબાર વધશે. નીચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. મોટાભાગની પરેશાનીઓ દૂર થવાના યોગ છે. જે કામ અધૂરું સમજી રહ્યા હતાં તે પૂરું થશે. મોટા લોકોનો સહયોગ મળશે. ફાયદો થશે. થાક રહેશે.


તુલા: નોકરી અને ધંધામાં લાભની સંભાવના છે. દિવસ સારો રહેશે. વિશેષ લાભ અને ઉન્નતિ માટે તમારે વધુ કોશિશ કરવી પડશે. જો કે સફળ પણ થશો. ભાગ્યની મદદથી કામ પૂરા થશે. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઇથી કામ કરો.
વૃશ્વિક: બિઝનેસમાં ફાયદો ઓછો થશે. ટ્રાન્સફરના યોગ છે. કોઈ નવું કામ શરૂ ન કરો. દિવસ થોડો ટફ રહેશે. કાર્યક્ષેત્રની સ્થિતિઓ પર ધ્યાન ભટકી શકે છે. ફાલતુ કામમાં મન રહેશે. વિચારેલા કામો પૂરા ન થવાની મૂડ ખરાબ રહેશે.
ધન: રોજબરોજના કામો પૂરા થશે. કામ થતા જશે. સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થશે. નાણાકીય સ્થિતિમાં સારા ફેરફારની તક. પરિવાર અને સમાજમાં મહત્વ વધશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ બનશે.

મકર: નવી ડીલ ન કરો તો સારું છે. પૈસા અટવાઈ શકે છે. ઈચ્છા ન હોવા છતાં ખર્ચા થઈ શકે છે. પ્લાનિંગ ગુપ્ત રાખો. સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં ગૂંચવાશો. કામકાજમાં સુસ્તી રહેશે. ભોજનમાં સાવધાની રાખો. આ રાશિના લોકોએ નવું કામ ન શરૂ કરવું જોઈએ નહીંતર નુકસાન થશે.
કુંભ: આવક અને ખર્ચ બરાબર રહેશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પૂરી તાકાતથી કામ પૂરા કરશો. આર્થિક તંગી ખતમ થશે. અચાનક ધનલાભ થશે. સારા લોકોની સંગતથી ફાયદો થશે. ધૈર્ય રાખશો તો પરિણામ મળશે.

મીન: બિઝનેસ ન વધારો તો સારું છે. જે ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવધાની રખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી કામ લેશો. લવલાઈફ માટે સારો દિવસ છે.

Read Also

Related posts

આઇપીએલ 2020 : ખભાની ઇજા વિશે રવિચંદ્રન અશ્વિનનો આવી ગયો આ રિપોર્ટ, રમવા વિશે શું કહ્યું

Karan

અજય દેવગણ, અક્ષયકુમાર અને સની દેઓલ ફિલ્મી પાર્ટીઓમાં કેમ આવતા નથી?

Mansi Patel

2015થી અત્યારસુધીમાં મોદીએ 58 દેશોના કર્યા પ્રવાસ, વિદેશમંત્રાલયે ખર્ચનો આંક પણ કર્યો જાહેર

Karan
Do NOT follow this link or you will be banned from the site!