GSTV
Home » News » કઈ રાશિ માટે છે આજનો દિવસ ખાસ, જાણો રાશિફળમાં

કઈ રાશિ માટે છે આજનો દિવસ ખાસ, જાણો રાશિફળમાં

મેષ :

આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આગળ વધવાની સારી તકો મળી શકે છે. લવ પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળશે. મૂડ સારો થશે. આજે કરાયેલું રોકાણ આવનારા દિવસોમાં ફાયદો કરાવી શકે છે. ભાગ્યનો સાથ મળી શકે છે. મહેનતથી પૈસા કમાવવાનો દિવસ છે. તણાવ ઓછો થશે. સુખદ અને ફાયદાકારક મુસાફરીના યોગ બની રહ્યાં છે. નિર્ણય લેવાની ક્ષમતા વધી શકે છે. નવા લોકો સાથે સંપર્ક થશે. 

વૃષભ :

ઓફિસ કે ફિલ્ડમાં સંભાળીને રહે. પૈસાનું ધ્યાન રાખો અને વિવાદથી પણ બચો. ધનલાભ અને કરાયેલા કામોનો ફાયદો પણ ઓછો થશે. આજે થનારા વધારાના ખર્ચાથી તમારા જરૂરી કામોનું બજેટ બગડી શકે છે. આજે તમે પૈસા સંબંધિત કોઈ જોખમ ન લો. દિવસભર વ્યસ્ત રહી શકો છો. કોઈ ને કોઈ કામ સતત રહેશે. તમારા આક્રમક વલણને છોડીને દરેક કામમાં મગજ લગાવશો અને પોતાને નિયંત્રણમાં રાખશો. તમારા સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે. 

મિથુન :

ઓફિસમાં કામકાજ વધુ રહેશે. ઓફિસ કે ફિલ્ડમાં વધુ મહેનત કરવી પડશે. ભય અને અસુરક્ષાની ભાવનાઓ તમારા પર હાવી થઈ શકે છે. પોતાનું ધ્યાન રાખો. લોકો સાથે થનારી મોટાભાગની વાતચીતનો અર્થ સમજવો મુશ્કેલ બનશે. પૈસા કમાવવા અને પૈસા બચાવવા માટે શોર્ટ કટ ન વાપરો, દિવસનો મોટાભાગનો સમય બીજાના કામમાં વપરાઈ શકે છે. 

 કર્ક :

પ્રોફેશનલ લાઈફ માટે દિવસ સારો છે. નવું કામ મળશે. જૂના કામ પતાવશો. મહેનતનું ફળ તમારી ફેવરમાં આવશે. એવું કામ કરશો જેનાથી પાર્ટનરના દિલમાં તમારી ઈજ્જત વધશે. પાર્ટનરની ભાવનાઓ સમજશો તો તમારો સંબંધ વધુ મજબુત થશે. તમને ભાગ્યનો સાથ મળશે. તમારા સંબંધોથી તમે તમારા કામ પૂરા કરાવશો. કાર્યક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળી શકે છે. 

સિંહ  :

નોકરીયાત લોકો અને બિઝનેસવાળા માટે દિવસ સારો છે. મિત્રોની મદદથી તમને ધનલાભ થઈ શકે છે. અધિકારીઓની મદદ મળશે. દિવસ સારો રહેશે. જીવનસાથી કે પાર્ટનર સાથે સંબંધ મજબુત થઈ શકે છે. અંતર દૂર થશે. કેરિયરમાં પ્રગતિ થશે. વિચારેલા કામો સમયસર પૂરા થશે. કારોબાર અને નોકરીમાં વિચારેલા કામો થઈ શકશે. તમારો વ્યવહાર લોકો પર અસર છોડવામાં કારગર સાબિત થશે. દાંપત્ય જીવનમાં સુખ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

 કન્યા :

કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે. કોઈ ઓફર છૂપાયેલા ઢંગથી સામે આવી શકે છે. અચાનક ધનહાનિના યોગ છે. દરેક કામ સાવધાનીથી કરો. આખો દિવસ સાવધાનીથી કાઢો તો સારું છે. રોજબરોજના કામમાં અડચણો આવશે પરંતુ સાથે સાથે ફાયદોમાં પણ કમીના યોગ છે. નોકરી કે બિઝનેસનું કોઈ રહસ્ય ઉજાગર થઈ શકે છે. 

તુલા :

બિઝનેસમાં અચાનક થઈ શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. બિઝનેસ અને નોકરીમાં તમે સારું કામ કરી શકશો. અધિકારીઓ તમારાથી ખુશ થશે. કોર્ટ કચેરીના મામલાની પતાવટ થશે. સફળતા પણ મળશે. પ્રેમ સંબંધોમાં સારો સુધાર લાવવાની તક મળશે. 

વૃશ્ચિક :

કામકાજમાં મહેનતથી ફાયદો થશે. લાંબા સમય સુધી ચાલનારી યોજના બની શકે છે. પૈસા અને નોકરીના સવાલો પર તમને ઉપયોગી અને મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. અનેક સવાલોના જવાબ મળી શકે છે. આવનારા દિવસોમાં પૈસાની સ્થિતિમાં સુધાર થશે. નોકરી અને બિઝનેસમાં સંપૂર્ણ રીતે સેફ ગેમ રમો તો સારું રહેશે. ધીરે ધીરે સંબંધ સારા થશે. 

ધન :

બિઝનેસમાં સાવધાનીથી કામ કરો. કામકાજ વધુ થવાથી નોકરીયાતો પરેશાન થઈ શકે છે. વગર વિચાર્યે કોઈ કહે તો તેમના પર બહુ ભરોસો ન કરો. ચંદ્રમાં તમારી પાસે બહુ કામ કરાવી શકે છે જો સાવધાની ન રાખી તો નુકસાન થઈ શકે છે. ઊંઘની ઉણપથી પરેશાન થઈ શકો છો. મનગમતું કામ પૂરું થવામાં વાર લાગશે. કોઈ કામ માટે તમારી તરફથી પહેલ કરવામાં સંકોચ ન કરો. 

મકર :

કામકાજમાં તણાવ વધી શકે છે. કારોબારના કોઈ નિર્ણયના કારણે તમે ટેન્શનમાં રહેશો. જોખમભર્યા કામથી નુકસાન થઈ શકે છે. ફાલતુ ખર્ચ વધશે. કામકાજમાં વિલંબથી પરેશાન થઈ શકો છો. આજે તમે જોશમાં આવીને કોઈ ખોટું કામ પણ કરી શકો છો. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. કોઈ જૂની વાત પર તમારા જ લોકોના કારણે દુખી પણ થઈ શકો છો. 

કુંભ :

અટવાયેલા કામો પૂરા થશે. પોતાના પર ભરોસો રાખો. તમારો દિવસ સકારાત્મક રહેશે. પરિવારના લોકો કે સંબંધીઓના કામ તમારી મદદથી પૂરા થશે. રોમાન્સ માટે તક મળશે. વૈવાહિક જીવન સુખી રહેશે. લવલાઈફમાં સંબંધ મધુર બનાવવાની કોશિશ કરો. સફળતા મળશે. 

મીન :

કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ફાયદો થશે. આજે યોજનાબદ્ધ રીતે ચાલશો તો દિવસ શુભ રહેશે. નવા રૂપમાં આગળ વધવાની તકો મળી શકે છે. પૈસાની કોઈ મોટી ડીલ પણ આજે પતી શકે છે. વાણીના પ્રયોગથી કામો પૂરા થશે. ધનલાભના યોગ છે. તમારી વાતો પર આજે લોકોનું ધ્યાન રહેશે. જે કામોને લઈને પરેશાન હશો તે અચાનક કોઈની મદદથી પૂરું થશે. 

Read Also

Related posts

નિવૃત્તિના રૂપિયા બેન્કમાંથી ઉપાડીને બેઠી હતી મહિલા ત્યાં જ ગઠીયાઓએ પાડ્યો ખેલ

Nilesh Jethva

ધોની પર ભડક્યો ગૌતમ ગંભીર, 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો

Bansari

સ્વામી નિત્યાનંદન આશ્રમ અંગે થયો મોટો ખુલાસો, રાજ્ય સરકારના આદેશ બાદ થશે કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!