GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

શું તમને રોજ પનીર ખાવાની આદત છે? નાં હોય તો પાડી લો, થશે અઢળક ફાયદા

એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રોજ 40 ગ્રામ જેટલુ પનીર ખાવાથી હૃદયની તકલીફનું જોખમ ઓછું થાય છે. ચાઇનામાં સૂચો યુનિવર્સિટીના સંશોધકો અનુસાર પનીરમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન ખૂબ પ્રમાણામાં હોય છે જે હૃદયના રોગથી સલામતી આપે છે. ‘યુરોપિયન જર્નલ ઓફ ન્યુટ્રિશન’ માં પ્રકાશિત અભ્યાસ, સંશોધકોએ શોધી કાઢ્યું કે પનીર ‘ગુડ’ કલેસ્ટ્રસ્ટોલનું સ્તર વધારે છે જ્યારે ‘ બ્રેડ ‘ કલેસ્ટ્ર્રોથનું સ્તર ઓછું કરે છે. અહેવાલ મુજબ, પનીરમાં એક એસીડ પણ હોય છે જે દમનીઓમાં આવતી બધી પ્રકારની તકલીફ દૂર કરે છે. આ ઉપરાંત પણ પનીર ખાવાના ઘણાં ફાયદા છે.

તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એવું સાબિત થયું છે કે પનીરમાં કેન્સરનાં કારણો અને જોખમોને ઘટાડવાની ક્ષમતા છે. પેટનું કેન્સર, કોલોન કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની સારવારમાં પનીર અત્યંત અસરકારક છે.

દૂધથી બનેલું હોવાને કારણે પનીર પણ દૂધના ગુણોનું અનુકરણ કરે છે, જેમાં ઊર્જાનો સમાવેશ થાય છે. શરીરમાં તાત્કાલિક શક્તિ માટે પનીરનું સેવન ફાયદાકારક છે. જીમમાં કસરત કરનારાઓ માટે તો તે વધુ ફાયદાકારક છે.

જે લોકો મૉટાપાની સમસ્યાથી પીડાય છે તેને પનીર વધારે પ્રમાણમાં ન લેવુ જોઈએ, કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. જે ઓરડાના તાપમાને પણ સ્થિર રહે છે, તે સેચ્યુરેટેડ ફેટનાં કારણે તેના સંતુલિત જથ્થામાં ઉપયોગ થાય છે તો હૃદય માટે નુકશાન કારક છે. સ્વાસ્થ્ય જીવન માટે આપણે જેટલી કેલરી જરૂરી છે તેના 25-35 ટકા અથવા તેથી ઓછા ભાગમાં ચરબીનું હોવું જોઈએ.

ઓમેગા -3 ફેટિ એસીડ થી સમૃદ્ધ પનીર ડાયબીટિઝ સામે અત્યંત અસરકારક રીતે લડાઈ આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે પનીર ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયબીટિઝ બંને માટે અસરકારક સાબિત થાય છે.

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!