GSTV

વધુ એક આફત / હજુ કોરોના ગયો નથી ત્યાં તો રાજ્યના આ શહેરમાં રોગચાળાનો રાફડો ફાટ્યો, રોજના 100થી વધુ કેસ

Last Updated on July 29, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ તો મંદ પડી ગઇ છે. પરંતુ હવે નવી આફત શહેરમાં ઘર કરી ગઇ છે. શહેરમાં ઋતુગત રોગચાળાનો રાફડો ફાટ્યો છે. જેનો શિકાર હવે નાના બાળકો પણ બની રહ્યાં છે. બાળકોમાં ઝાડા, ઉલટી, શરદી, ખાસી અને ઠંડી ચડીને તાવ આવવાના કેસોમાં વધારો થયો છે. આ ઉપરાંત મલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણો પણ બાળકોમાં જોવા મળ્યાં છે. ભેજ વાળા વાતાવરણના કારણે અસ્થમાના કેસ પણ વધ્યાં છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ OPD માં દરરોજ 100થી વધારે બાળકોને લાવવામાં આવી રહ્યાં છે.

મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચીકનગુનીયા જેવા કેસ વધી રહ્યા છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના ઉત્પતિસ્થાન ધરાવતી એવી કન્સ્ટ્રકશન સાઇટ પર ચેકીંગ કરવામા આવ્યું. ઉપરાંત જે એકમોમાં સ્વચ્છતા ન જળવાતા એ એકમોને નોટિસ મોકલવામાં આવી છે અને દંડ વસૂલવામાં આવ્યો છે.

શહેરમાં કેટલીક કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્વચ્છતા જળવાતા અને પાણી ભરાતા મચ્છરો ઉત્પન્ન થઇ રહ્યા છે. તેને જોતા બુધવારે મ્યુનિસિપલ તંત્રએ ચેકિંગ હાથ ધરી હતી. અધિકારીઓએ કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકિંગ હાથ ધરી હતી અને જ્યા સ્વચ્છતા ન દેખાઇ તેને નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત જે એકમોમાં પણ સ્વચ્છતા ન જળવાતા તે એકમોને પણ નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદમાં રોગચાળાએ માથુ ઉચક્યું

અમદાવાદમાં પણ રોગચાળાએ માથું ઉચકયું છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો વધ્યો છે. એક અઠવાડિયામાં તાવ, શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા હતાં. જ્યારે ઠંડી ચડીને તાવ આવવાના 256 કેસ સામે આવ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 10 કેસ મેલેરિયાના પોઝિટિવ આવ્યાં હતાં.

જ્યારે ચિકનગુનિયાના લક્ષણો સાથે 11 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. ડેન્ગ્યુના 18 દર્દીઓ પણ સારવાર હેઠળ છે. ડેન્ગ્યુના લક્ષણો સાથે 109 દર્દીઓ આવ્યાં હતાં. જેમાંથી 18 દર્દીઓનો ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો. તો કમળાના 56 કેસ સામે આવ્યા છે. જ્યારે ઝાડા ઉલટીના 76 કેસો નોંધાયા છે. 105 જેટલા દર્દીઓાં ટાઈફોઈડના લક્ષણો જોવા મળ્યાં હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!