GSTV
Home » News » 80 ટકા આદિવાસી મતદાતા જેનો ગઢ છે એને જીતાડશે કે પછી બીજી પાર્ટી પર વિશ્વાસ મુકશે?

80 ટકા આદિવાસી મતદાતા જેનો ગઢ છે એને જીતાડશે કે પછી બીજી પાર્ટી પર વિશ્વાસ મુકશે?

અનામત ગણાતી દાહોદ બેઠક પર આ ચૂંટણીમાં ભાજપે જશવંતસીંહ ભાંભોરને રીપિટ કર્યા છે. તો કોંગ્રેસે ભાજપમાંથી આવેલા બાબુ કટારાને ટિકિટ આપી છે. એંશી ટકાથી વધુ આદિવાસી વસતી ધરાવતી દાહોદ બેઠક કોંગ્રેસનો ગઢ હવે ભૂતકાળ બની ચૂકયો છે. જો કે કોંગ્રેસ આ વખતે ટક્કર આપવાના મૂડમાં છે. ભાજપે અહી જશવંતસિંહ ભાંભોરને રીપિટ કર્યા છે. તો કોંગ્રેસે ભાજપમાંથી આવેલા બાબુ કટારાને ટીકિટ આપી છે. જશવંતસિંહ ભાભોર પાંચ વિધાનસભા અને બાદમાં લોકસભા જીતી ચૂકયા છે. બાબુ કટારા ભાજપ વતી ૧૯૯૯ અને ર૦૦૪માં જીતી ચૂક્યા છે. જશવંતસિંહ ભાંભોર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તો બાબુ કટારા સામે કબૂતરબાજીના આક્ષેપ થઇ ચૂક્યા છે.

ભાજપના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો કોંગ્રેસનો જુનો ગઢ હોવા છતા ભાજપ પાસે અહી ત્રણ વિધાનસભા બેઠકો છે. સંઘ સાથે સંકળાયેલા જશવંતસિંહ ભાભોર અહીના આદિવાસીઓના મનમ ભાજપની છાપ ઉપસાવી શક્યા છે. અત્યાર સુધીની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં જશવંત ભાંભોર અજેય રહ્યા છે. માઇનસ પોઇન્ટની વાત કરીએ તો જશવંસિંહ પર પરિવારવાદનો આક્ષેપ લાગ્યો છે. લીમખેડાની વિધાનસભા બેઠક પુત્રને આપતા વિવાદ થયો છે.

electoral bonds bjp

તો કોંગ્રેસના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો. અહી ભાજપનું વલણ આદિવાસી વીરોધી હોવાની છાપ ઉભી થઇ રહી છે. આદિવાસી મતદારો કોંગ્રેસની જૂની મતબેંક તરીકે પાછા ફરી શકે છે. ર૩ વર્ષથી ભાજપની સત્તા હોવા છતા આદિવાસી વિસ્તારોનો હજુ વિકાસ થયો નથી. માઇનસ પોઇન્ટની વાત કરીએ તો બાબુ કટારાની છબી કબૂતરબાજીમાં ખરડાયેલી છે. તેઓ ભાજપમાંથી આવતા ટિકિટ મળતા જૂના કોંગ્રેસીઓ નારાજ છે. પ્રભા તાવિયાડ અને સોમા ડામોર જેવા નેતાઓની ઉપેક્ષાથી પણ અસંતોષ છે. આવામાં અત્યાર સુધીનો અજેય રહ્યાનો ટ્રેક રેકોર્ડ જશવંતસિંહ જાળવે છે કે પછી બાબુ કટારા ખરડાયેલી છબીને જીતથી ચમકાવી શકે છે નહી તેની પર સૌની નજર રહેલી છે.

READ ALSO

Related posts

અમિતાભના ટ્વિટ પર થઈ રહ્યો છે હંગામો, અક્ષય કુમારે પણ આપ્યું સમર્થન

Dharika Jansari

મુંબઇમાં સુધરાઇની નવી સ્કૂલો માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજીયાત

Arohi

લાંબા વિલંબ બાદ રાણીબાગનાં મેકઓવરનું કામ ફરી શરૂ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!