GSTV

નસીબનો બળીયો: હેલમેટ પહેર જો…હોં. તો બચી જશો, દાહોદમાં બાઈક સવારનું માથું ટ્રેક્ટર ટ્રોલીના ટાયર નીચે આવી ગયા પછી…..

Last Updated on September 15, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના દાહોદ ખાતેથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. દાહોદ નજીક ગરબાડા ચોકડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકે વરસાદી પાણીને કારણે બાઈક પરથી કાબૂ ગુમાવતા તે નીચે પડી ગયો,તે સમયે ત્યાથી પસાર થતા ટ્રેકટરના ટાયરની નીચે યુવાનનું માથું આવી ગયું હતું..યુવકે હેલ્મેટ પહેરી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતમાં બાઈક સવાર પરિવારનો અદભૂત બચાવ થયો હતો, મળતી માહિતી મુજબ એક પરિવાર બાઈક પર જઈ રહ્યું હતું, ત્યારે રસ્તાની સામેની સાઈડથી એક ટ્રેક્ટર ટ્રોલી આવી રહી હતી, બીજી તરફ રસ્તા પર પાણી ભરેલું હતું. ત્યારે બાઈક સવારે સાઈડમાંથી વાહન કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરતું ભરેલા પાણીમાં મોટો ખાડો નહીં દેખાતા બાઈક સવારે સંતુલન ગુમાવ્યું હતું, અને વાહન સાથે પટકાયો હતો. અને ટ્રેક્ટરનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું, પરંતુ હેલમેટ પહેરેલ હોવને કારણે બાઈક ચાલકનો જીવ બચ્યો હતો.

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, ત્યાર પછી આ વીડિયો એટલો વાયરલ થયો હતો કે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ સોશિયલ મીડિયામાં આ વીડિયો એ બૂમ મચાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે બાઈક સવાર યુવકે હેલમેટ પહેર્યું હતું એટલે તેનો આબાદ બચાવ થયો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. તો દાહોદમાં પણ મેઘરાજાએ ધનાકેદાર બેટીંગ કરી છે. શહેરના મુખ્ય માર્ગો તો ધોવાઈ જ ગયા છે. માર્ગો પર ખાડા જ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!