GSTV
Food Funda Life Trending

Recipe/ સવારમાં નથી મળતો બ્રેકફાસ્ટ બનાવવાનો ટાઈમ, માત્ર 20 જ મિનિટમાં તૈયાર કરો સોજી દહીં ચીલા

જો તમે નાસ્તામાં કંઈક નવું અને અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો તમે સોજી અને દહીંના ચીલા બનાવી શકો છો. સોજી અને દહીં ચીલા માત્ર ટેસ્ટી જ નથી પણ હેલ્ધી પણ છે. સોજી અને દહીં ચીલા બનાવવા માટે તમને 15 થી 30 મિનિટનો સમય લાગે છે. ચાલો જાણીએ ઘરે સ્વાદિષ્ટ સોજીનું દહીં ચીલા બનાવવાની રીત.

ચીલા

સામગ્રી

  • 1 કપ સોજી
  • 1/2 કપ દહીં
  • 1/4 કપ ટામેટાં
  • 1/4 કપ ડુંગળી
  • 1/4 કપ કેપ્સીકમ
  • 1/4 ચમચી કાળા મરી પાવડર
  • 1 ચમચી ચાટ મસાલો
  • સ્વાદ માટે મીઠું
  • જરૂર મુજબ તેલ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં સોજી, દહીં, ટામેટા, ડુંગળી, કેપ્સિકમ અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
  • તૈયાર ખીરાને 15 મિનિટ માટે બાજુ પર રાખો.
  • આ દરમિયાન એક તવા પર મધ્યમ તાપ પર તેલ મૂકી ગરમ કરવા માટે રાખો.
  • નિર્ધારિત સમય પછી ખીરામાં મીઠું ઉમેરો.
  • એક ચમચી ખીરું લો અને તેને ગરમ તવા પર ફેલાવો.
  • એક બાજુથી બેક કર્યા પછી બીજી બાજુ તેલ લગાવો અને તેને ફેરવીને બેક કરો.
  • ચીલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો.
  • એ જ રીતે બધા ચીલા બનાવો.
  • સોજી દહીં ચીલા તૈયાર છે. તેને ચટણી સાથે સર્વ કરો.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV