GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

દહાણુના દરિયામાં 40 વિદ્યાર્થીઓ ભરેલી ફેરી બોટ ૫લટી ગઇ : 4 મોત, 10 લા૫તા

25 ને સલામત બચાવી લેવાયા : 7 વિદ્યાર્થિનીઓને સારવારમાં ખસેડાઇ : સ્થાનિક માછીમારો વિદ્યાર્થીઓને બચાવવા દરિયામાં કુદી પડ્યા : શી૫, હેલીકોપ્ટર, વિમાન દ્વારા બચાવકાર્ય

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા દહાણુમાં બોટ પલટી જતા 4 વિદ્યાર્થીઓનાં મોતની આશંકા છે. જ્યારે 10 વિદ્યાર્થીઓ લાપતા છે. મધદરિયે ફેરી બોટ પલટી જતા 40 વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબ્યાં હતા. જેમાંથી 25 વિદ્યાર્થીઓને બચાવી લેવાયાં છે.

બોટ પલટવાની જાણ થતા સ્થાનિક માછીમારો વિદ્યાર્થીઓને બચાવવા દરિયામાં કુદી પડ્યા હતા. ઘટનાની જાણ થતા બચાવ અને રેસ્ક્યૂ ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. બાળકોને બચાવવા માટે કોસ્ટ ગાર્ડના શીપ સિવાય મુંબઈની અમુક બોટની મદદ લેવામાં આવી છે. આ સિવાય હેલિકૉપ્ટર અને ડૉર્નિયર વિમાનોને પણ બચાવ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમે 25 બાળકોને બચાવ્યા છે. જ્યારે 7 જેટલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. 10 વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.

આ દુર્ઘટના મહારાષ્ટ્રના દહાણુના દરિયામાં બે નૉટિકલ માઈલના અંતરે બની હતી. ફેરી બોટ ડૂબવાની માહિતી મળતા દરિયાકિનારે બાળકોના પરિવારજનોનો જમાવડો ભેગા થયો હતા. આ ઘટનામાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે ફેરી બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકો સવાર હતા. જેના કારણે આ ઘટના બની હતી. દહાણુની કે. એલ. પોંડા કોલેજના વિદ્યાર્થીઓ દરિયાકાંઠે ફરવા ગયા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!