GSTV

સાંસદ મોહન ડેલકર પંચમહાભૂતમાં વિલીન, એક કેસની સુનાવણી માટે મુંબઈ જઈ કર્યો આપઘાત

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. મોહન ડેલકરના પાર્થિવ દેહને સેલવાસ લાવવામાં આવ્યો હતો. આદિવાસી ભવન ખાતે દાદરા અને નગર હવેલીના લોકો માટે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.

મોહન ડેલકરની ચીર વિદાયથી દાદરા નગર હવેલીના લોકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. પોલીસ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ સેલવાસમાં તૈનાત કરવામાં આવી. સેલવાસના ઇન્દ્રજીત પરમારની માલિકીની હોટલમાં એક્સાઇઝ વિભાગે છાપો મારી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

દારૂના ગુનામાં ઇન્દ્રજીત પરમાર અને હોટલ મેનેજર સામે પાસાની કાર્યવાહી કરાઇ હતી. જે મુદ્દે સાંસદ મોહન ડેલકરે મુંબઈ હાઇકોર્ટમાં સુનાવણી માટે ગયા હતા. જોકે હોટેલમાં આપઘાત કર્યો હતો.

મોહન ડેલકરના રૂમમાંથી પોલીસને મળેલી છ પાનાની સ્યુસાઇડ નોટમાં 40 નામોનો ઉલ્લેખ કરાયો છે..મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે પિતાએ લખેલી સ્યુસાઇડ નોટમાં લખેલા નામો સામે કાર્યવાહીની માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ

Karan

યુવાનો આનંદો/ ગુજરાતમાં 20 લાખ બેરોજગારોને મળશે નોકરી, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત

Bansari

ગ્રીન ગુજરાત તરફ આગેકૂચ: બાગાયત ખાતાની યોજનાઓ માટે બજેટમાં ફાળવાયા રૂ.442 કરોડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!