GSTV

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

દાદરા

Last Updated on October 23, 2021 by Bansari

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ શિવસેના કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર એમ ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં તેઓએ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે મતદારોને રીઝવવા માટે વાયદા કર્યા હતા.

મહત્વપૂર્ણ છે કે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુને કારણે ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આજે મોહનભાઈ ડેલકરની આઠમી માસિક પુણ્યતિથિ હતી.આથી શિવસેનાએ આજે તેમનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.આ પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે મોહનભાઈ ડેલકરના પત્ની કલાબેન ડેલકર ચૂંટણી મેદાનમાં છે.

લોકસભાની ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી 30મી ઓક્ટોબરે યોજાવાની છે ત્યારે ભાજપે તેના ઉમેદવાર તરીકે અંતરિયાળ ખાનવેલ વિસ્તારના નવા ચહેરા મહેશ ગાવિતને પસંદ કર્યા છે. કોંગ્રેસે પણ પ્રભુ ટોકીયાના બદલે મહેશ ધોડીને ઉમેદવાર બનાવ્યા છે. આ બન્ને ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની હતી ત્યારે છેલ્લી ઘડીએ સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરે શિવસેનામાંથી ઉમેદવારી કરી હોવાથી હવે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!