GSTV
Bollywood Entertainment Trending

Dada Saheb Phalke Award : 1969થી આજ સુધીમાં 51 સ્ટાર્સને અપાયો છે આ પ્રતિષ્ઠિત એવોર્ડ, વાંચો સંપૂર્ણ લિસ્ટ

બોલિવૂડના ગુજરાતી એક્ટ્રેસ આશા પારેખને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા ફિલ્મ જગતને અપાતો આ સર્વોચ્ચ એવોર્ડ છે. દાદા સાહેબ ફાળકેએ 1913માં ભારતની પ્રથમ ફૂલ લેન્થ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી. ભારતીય ફિલ્મ જગતમાં તેમનું અનન્ય પ્રદાન છે. માટે ભારત સરકારે 1969માં તેમના નામે આ એવોર્ડની શરૃઆત કરી હતી.

એ વર્ષે સૌથી પહેલો એવોર્ડ વિતેલા યુગના એક્ટ્રેસ દેવીકા રાણીને અપાયો હતો. આ એવોર્ડમાં સ્વર્ણ કમળનું ચિહ્ન ધરાવતો મેડલ અને 10 લાખ રૃપિયા આપવામાં આવે છે. ભારતીય ફિલ્મ જગતના વિકાસમાં જેમનું અનન્ય પ્રદાન હોય એવા કલા જગતના સિતારાઓને આ એવોર્ડ આપવામાં આવે છે.

અત્યાર સુધી 51 વ્યક્તિઓને આ એવોર્ડ અપાયો છે. છેલ્લો એવોર્ડ સમારોહ 2019માં યોજાયો હતો જ્યારે સાઉથના સુપર સ્ટાર રજનિકાંતને સન્માનાયા હતા.

આ એવોર્ડ સમગ્ર ફિલ્મ જગતના પ્રદાન બદલ અપાય છે. માટે બોલિવૂડ ઉપરાંત સાઉથના સ્ટાર્સને પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે.
અત્યાર સુધીના વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ અહીં વાંચો.

1969 – દેવીકા રાણી
1970 – બી.એન. સરકાર
1971 – પૃથ્વીરાજ કપૂર
1972 – પંકજ મલ્લિક
1973 – સુલોચના
1974 – બી.એન. રેડ્ડી
1975 – ધિરેન ગાંગુલી
1976 – કાનન દેવી
1977 – નીતિન બોઝ
1978 – આર.સી.બોરાલ
1979 – સોહરાબ મોદી
1980 – પી. જયરાજ
1981 – નૌશાદ અલી
1982 – એલ.વી.પ્રસાદ
1983 – દુર્ગા ખોટે
1984 – સત્યજીત રાય
1985 – વી.શાંતારામ
1986 – બી.નાગી રેડ્ડી
1987 – રાજ કપૂર
1988 – અશોક કુમાર
1989 – લતા મંગેશકર
1990 – એ. એ નાગેશ્વર રાવ
1991 – બી.જી. પેંઢાકર
1992 – ભુપેન હઝારીકા
1993 – મઝરૂહ સુલતાન પુરી
1994 – દિલીપ કુમાર
1995 – ડો.રાજકુમાર
1996 – શિવાજી ગણેશન
1997 – કવિ પ્રદીપ
1998 – બી.આર.ચોપરા
1999 – હૃષિકેશ મુખર્જી
2000- આશા ભોંસલે
2001 – યશ ચોપરા
2002 – દેવ આનંદ
2003 – મૃણાલ સેન
2004 – અદૂર ગોપાલકૃષ્ણન
2005 – શ્યામ બેનેગલ
2006 – તપન સિંહા
2007 – મન્ના ડે
2008 – વી.કે.મુર્તી
2009 – ડી. રામાનાયડુ
2010 – કે.બાલાચંદર
2011 – સૌમિત્ર ચેટર્જી
2012 – પ્રાણ
2013 – ગુલઝાર
2014 – શશી કપૂર
2015 – મનોજ કુમાર
2016 – કે. વિશ્વનાથ
2017 – વિનોદ ખન્ના
2018 – અમિતાભ બચ્ચન
2019 – રજનિકાંત

Related posts

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa
GSTV