ભારતની પોલીસને હંફાવનારા ડાકુએ કહ્યું, મારી ટુકડીને એકવાર પાકિસ્તાન સરહદે મોકલો

પુલવામા હુમલા બાદ દરેક ભારતવાસી આતંકીઓ અને તેના આકા વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. આ ડ કડીમાં પૂર્વ કુખ્યાત ડાકૂ મલ્ખાન સિંહે સરકાર પાસે માંગ કરતાં કહ્યુ છે કે તે પાકિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર છે. તે પોતાની સાથે સો સાથીઓને સાથે લઇને બોર્ડર પર જંગ માટે જવા માંગે છે.

ખીણોમાં ભયનાં બીજા નામથી કુખ્યાત પૂર્વ ડાકૂ મલખાન સિંહે કાનપુરમાં પત્રકારો સાથે મુલાકાત કરી. અને તેમના સામે પોતાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, તે પોતાના સાથીઓ સાથે સીમ પર જઇને પાકિસ્તાન સામે યુદ્ધ લડવા તૈયાર છે. પુલવામા આતંકી હુમલાથી દુઃખી ડાકુ મલખાન સિંહે કહ્યુ હતુ કે, મધ્ય પ્રદેશમાં 700 બાગીઓ બચ્યા છે, જો સરકાર ઈચ્છે તો કોઈપણ શરત વિના, કોઈપણ પ્રકારના વેતન વિના અમે પોતાના દેશ માટે સરહદ પર શહીદ થવા માટે તૈયાર છીએ.

પક્ષકારો સાથેની વાતચીતમાં મલખાન સિંહે કહ્યુ હતુ કે, અમારી પાસે લખાવી લો કે અમે માર્યા જઈએ તો કોઈ ગુનો નહીં બને. બચેલું જીવન અમે દાંવ પર લગાવવા માટે તૈયાર છીએ. જો તેમાં પીછેહટ કરીએ તો મારું નામ મલખાન સિંહ નહીં. મલખાન સિંહે કહ્યુ હતુ કે, કોઈ અનાડી નથી, 15 વર્ષ કથા નથી વાંચી, મા ભવાનીની કૃપા રહી તો મલખાન સિંહનો વાળ પણ વાંકો નહીં થશે. અમે ઈચ્છીએ છીએ કે, અમને બોર્ડર પર મોકલવામાં આવે. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, જો ટિકિટ મળશે તો મે મહિનામાં હું લોકસભા ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું.

મલખાન સિંહ શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સામેલ થવા કાનપુર ગયો હતો. તેણે ત્યાં કહ્યુ હતુ કે, રાજકીય દળો જ્યારે વાયદાઓ કરે છે, તો હારી જાય છે. લોકસભા ચૂંટણીમાં પણ ખોટા વાયદા કરવામાં આવશે તો હારી જશો. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, ચૂંટણી થશે અને થતી રહેશે, પરંતુ પુલવામા હુમલાનો બદલો જરૂર લેવો જોઈએ. જો કાશ્મીર પર નિર્ણય લેવામાં નહીં આવે તો કોઈને પણ રાજકારણમાં વિશ્વાસ નહીં રહે.

મલખાન સિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશના બધા જ નેતાઓએ પાર્લામેન્ટમાં બેસવુ જોઈએ અને પાકિસ્તાન વિરુદ્ધ એક મહત્ત્વનો નિર્ણય લેવો જોઈએ. પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને તેને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે.

પૂર્વ દસ્યુ સરગનાએ દાવો કરતાં કહ્યું કે જો મા ભવાનીનો આશીર્વાદ હશે તો કોઇ મલ્ખાન સિંહનો વાળ પણ વાંકો ન કરી શકે. મલખાનનું કહેવું છે કે પુલવામા હુમલાનો બદલો લેવો જરૂરી છે. જણાવી દઇએ કે મલખાનને ચંબલનો શેર કહેવામાં આવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter