Dancing Uncle એ ફરી મચાવી ધમાલ, ‘ચાચા નાચ’ Video થયો Viral

Dancing Uncle

ડાંસિંગ અંકલ નામથી ફેમસ સંજીવ શ્રીવાસ્તવ થોડા મહિલા પહેલા ખૂબ ચર્ચામાં હતા. ગોવિંદાના ગીત ‘આપ કે આ જાને સે’ પર ઘમાકેદાર ડાન્સ કર્યા બાદ તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા છે. દરેક લોકોએ તેમનો ડાંસ ખૂબ પસંદ કર્યો છે. બોલિવુડ સેલેબ્સે પણ તેમના ડાન્સને ખૂબ પસંદ કર્યો અને ખૂબ તારીફ પણ કરી.

મધ્યપ્રદેશના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવનો એક મ્યુઝિક વીડિયો રિલીઝ થયો. જેમાં તે બેની દયાલ અને યૂએઈ મ્યુઝિક કમ્પોઝર જાસિમના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મ્યૂઝિક વીડિયોનું નામ ચાચા નાચ છે. તે પોતાની ડાન્સિંગ સ્કિલ્સ બતાવી રહ્યા છે. 5 માર્ચે યુટ્યુબ પર આ વીડિયો રીલિઝ કરવામાં આવ્યો છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલ સુધી આ વીડિયોના એક લાખથી વધુ વ્યૂઝ થઈ ચુક્યા છે.

તેમને લોકો ડબ્બુ અંકલના નામથી ઓળખે છે. જ્યારે તે સલમાન ખાનના શો ‘દસ કા દમ’ માં પહોંચ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમના નાના ભાઈનું ટ્રેન દુર્ગટનામાં નિધન થઈ ગયું હતું. આ સ્થિતિએ આખા પરિવારને સ્તબ્ધ કરી દીધી હતી. તેમની માતા ખૂબ ટ્રોમામાં હતા અને તે ઘટના બાદ તેમની માતા ક્યારેય ઘરની બહાર નથી ગયા અને હસ્યા પણ ન હતા. તેમણે સગા સંબંધીઓ અને પડોશીઓને મળવાનું પણ છોડી દીધું હતું. સંજીવનો વીડિયો જોયા બાદ તે ઘણા સમય બાદ સ્મીત કરવા લાગ્યા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter