GSTV

ચીનની આ દિગ્ગજ સ્માર્ટફોન કંપનીનાં બ્રાન્ડ એમ્બેસડર બન્યા દબંગ ખાન

સ્માર્ટફોન બ્રાન્ડ Realme ONએ બુધવારે બોલિવુડ અભિનેતા સલમાનખાનને પોતાનાં બ્રાંડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે. સલમાનખાન Realme 6 અને Realme 6 Proનાં મોડલનાં ફોનનો પ્રચાર કરતા મળશે. એક રિપોર્ટ અનુસાર રિયલમી ઈન્ડિયા સીઈઓ માધવ શેઠે જણાવ્યું કે સલમાન ખાન અમારા માટે સારો વિકલ્પ છે. કારણકે તેઓ ભારતનાં વિભન્ન ક્ષેત્રોમાં બહોળા પ્રમાણમાં લોકપ્રિય છે. અભિનેતા સલમાનખાન પ્રથમ વખત કોઈ કંપની સાથે જોડાયા હોય તેવું બન્યું છે. મિડયમ રેન્જ પ્રાઈઝ સેગમેટમાં realme 6 5 માર્ચે લોન્ચ થશે.

સ્માર્ટફોનની આ કંપનીએ બોલિવુડ અભિનેતા સલમાનખાનને પોતાનાં બ્રાંડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી

માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટનાં મુજબ Realme 2019માં વાર્ષિક આધાર પર 453% ગ્રોથની સાથે દુનિયાનો સૌથી ઝડપીથી વધવાળો સ્માર્ટફોન બ્રાન્ડ છે. હાલમાં Realmeએ ભારતમાં પોતાનું પ્રથમ X50 Pro 5G ફોન રજુ કર્યો હતો. આ સ્નેપડ્રેગન 865 soc સાથે આવે છે, તેની પાછળ ચાર કેમેરા છે. અને તેમાં 90hz ડિસ્પલે છે. કંપનીનું કહેવાનું એ છે કે તેઓ ભવિષ્યમાં ભારતમાં સારા ઉત્પાદનોને લોકો સમક્ષ રજુ કરવા ઈચ્છે છે.અભિનેતા સલમાનખાન પ્રથમ વખત કોઈ મોબાઈલ કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા જઈ રહ્યા છે.

આ પહેલા ભારતમાં પહેલો 5જી સ્માર્ટફોન રિયલમીએ લોન્ચ કર્યો

આ પહેલા ભારતમાં પહેલો 5જી સ્માર્ટફોન રિયલમીએ લોન્ચ કર્યો હતો. આ ફોનનું નામ રિયલમી એક્સ 50 પ્રો 5જી છે. આ ફોનને સોમવારથી ખરીદી શકાય છે. અને તેનું વેચાણ ઓનલાઈન સાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. કંપનીએ આ ફોનમાં ફ્લેગશિપ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે 5જી મોડમ, 90હર્ટઝ ડિસ્પલે અને ક્વોડ રિયર કેમેરાનું સેટઅપ આપ્યું છે. સ્નેપડ્રેગન 865 દુનિયાનું સૌથી ઝડપી પ્રોસેસ છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ધમાકેદાર સ્કીમ! ઘરે બેઠા દર મહિને મળશે 5 હજાર

Arohi

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

લોકડાઉન : ખાનગી ટ્રેનમાં ફરી બૂકિંગ કરાયું બંધ, આ તારીખે ફરી બુકિંગ શરૂ થશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!