GSTV

અખાત્રીજ 2018 : આ વસ્તુઓનું કરો દાન, ખુલશે સૌભાગ્યના દ્વાર

સોનું ખરીદવા અને શુભ કાર્ય કરવા માટે અખાત્રીજનો દિવસ સૌથિ શુભ માનવામાં આવે છે. આ વખતે 18 એપ્રિલના રોજ અખાત્રીજ છે. ફક્ત સોનું અને અન્ય કિંમતી વસ્તુઓ ખરીદવાનું જ નહી પરંતુ આ દિવસે પણ દાન કરવાનો પણ અનેરો મહિમા છે. આ વસ્તુઓનું દાન કરવાથી ભાગ્યના દ્વાર ખુલશે.

-અખાત્રીજના દિવસે સંત મહાત્માને શુદ્ધ જળની સાથે સોપારીનું દાન આપી શકો છો. આમ કરવાથી ધનની પ્રાપ્તિ થશે.

-સૌભાગ્યવતી મહિલાઓ આ દિવસે કોઇ ગરીબ સ્ત્રીને કંકુનું દાન આપે. આ સાથે જ સૌભાગ્યની સામગ્રી પણ દાનમાં આપી શકાય છે. તેનાથી તમારા પતિને લાંબા આયુષ્યનું વરદાન મળશે.

-અખાત્રીજના દિવસે જો તમે ચંદનના લાકડાનું દાન કરશો તો ભવિષ્માં થનાર દુર્ઘટનાઓ સામે તમારુ રક્ષણ થશે.

-આ શુભ દિવસે તમે પાનના સ્વચ્છ પત્તાઓનું દાન કરી શકો છો. આમ કરવાથી યશ અને ગૌરવની પ્રાપ્તિ થશે.

-આ દિવસે લીલુ નારિયેળ કોઇ ગરીબને દાન કરો. તમારા પૂર્વજો પ્રસન્ન થશે.

-આ દિવસે દૂધ અથવા દૂધની બનાવટ જેમ કે છાશ, માખણ અને દહી વગેરેનું દાન કરી શકો છો. તેનાથી તમારુ ભવિષ્ય ઉજ્જવળ બનશે.

-દિર્ઘાયુ મેળવવા માટે આ દિવસે કોઇ ગરીબને નવા વસ્ત્રો દાનમાં આપો.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!