GSTV

સાચવજો/ ખતરનાક છે ડેન્ગ્યુનો આ નવો વેરિએન્ટ, થઇ શકે છે જીવલેણ હેમરેજ: ICMRએ આપી ચેતવણી

ડેન્ગ્યુ

Last Updated on September 10, 2021 by Bansari

Dengue Fever: દેશમાં કોરોનાની બીજી લહેરનો હજુ અંત નથી આવ્યો અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ડેન્ગ્યુએ પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. યુપીમાં ગત 15 દિવસમાં ડેન્ગ્યુના કારણે અનેક લોકોના મોત નિપજી ચુક્યા છે. તેમાંથી પ્રમુખ રૂપે ફિરોઝાબાદ, આગરા અને મથુરામાં તેની અસર વધુ જોવા મળી રહી છે. તેવામાં ICMRના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામનારા બાળકો અને વયસ્કોના ટેસ્ટ દ્વારા જાણવા મળ્યું છે કે તેમનામાં ડેન્ગ્યુનો Den 2 વેરિએન્ટ જોવા મળ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે D2 સ્ટ્રેન જીવલેણ હેમરેજનું કારણ બની શકે છે. તેથી તેમણે સલાહ આપી છે કે જેવો કોઇને તાવ આવે, તે તરત જ ડોક્ટર પાસે જઇને તપાસ કરાવે.

શું છે તેના લક્ષણ?

ડોક્ટરો અનુસાર ડેન્ગ્યુના D2 વેરિએન્ટના શરૂઆતના લક્ષણોમાં દર્દીને તાવ આવવો, શરીરમાં પ્લેટલેટ્સમાં ઘટાડો નોંધાવો, રક્તસ્ત્રાવી તાવ, ઓર્ગન ફેઇલિયર અને ડેન્ગ્યુ શૉક સિન્ડ્રોમ સામેલ છે. વિશેષજ્ઞોનો દાવો છે કે વાયરલ સીરોટાઇપના 99 ટકા કેસમાં સારવાર શક્ય છે, પરંતુ શરત એ છે કે તેમની યોગ્ય સારસંભાળ લેવામાં આવે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે પણ જણાવ્યું કે D2નો ઇલાજ શક્ય છે. તેના માટે સૌથી જરૂરી છે કે સમય રહેતા હોસ્પિટલ પહોંચવામાં આવે. જો સામાન્ય તાવ પણ આવી રહ્યો હોય તો વિલંબ કર્યા વિના ડોક્ટરનો સંપર્ક સાધો.

ડેન્ગ્યુ

આજકાલ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ડેન્ગ્યુ અને વાયરલ ફીવરની અસર જોવા મળી રહી છે. ચિંતાની વાત એ છે કે આ વર્ષે દર્દીઓમાં બાળકોની સંખ્યા વધુ છે. તાજેતરમાં જ દિલ્હીમાં પણ ડેન્ગ્યુએ કાળો કેર વર્તાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે હાલ ઉત્તર પ્રદેશમાં જે આઉટબ્રેક જોવા મળી રહ્યો છે તે D2ના કારણે છે.

ક્યાંક હોસ્પિટલો ફુલ, ક્યાંક ખુલ્લા આકાશ નીચે સારવાર, વાયરલ ફીવરથી UP-MP-બિહારમાં હાહાકાર

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી શરૂ થયેલો રહસ્યમયી તાવનો કહેર હવે બિહાર અને મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયો છે. બિહારમાં કોરોનાની બીજી લહેરની માફક હોસ્પિટલો ફરીથી ફુલ થઈ ગઈ છે. એક બેડ પર 2-2 બાળકોની સારવાર થઈ રહી છે અને ગ્વાલિયરમાં પણ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં રહસ્યમયી તાવનો કહેર વ્યાપ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 90 કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર ફિરોઝાબાદમાં જ અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે અને તેમાંથી મોટા ભાગના બાળકો છે. યુપીના 8 જિલ્લાઓમાં વાયરલ જેવા લક્ષણોવાળા આ તાવને લઈ ડરનો માહોલ છે. કાસગંજના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો લોકો બોગસ ડોક્ટરો પાસે સારવાર મેળવવા મજબૂર બન્યા છે અને તાવ ઉતારવા લિક્વિડ ચઢાવવામાં આવી રહ્યું છે.

બિહારના આરા ખાતે પણ ધીમે-ધીમે વાયરલ તાવનો પ્રકોપ વધી રહ્યો છે. બાળકોમાં ભારે તાવ, ઉધરસ અને શ્વાસ ફુલાવાની ફરિયાદો જોવા મળી રહી છે અને દરરોજ આશરે 10-15 બાળકો બીમાર પડી રહ્યા છે.

ઉત્તર પ્રદેશની બાજુમાં સ્થિત હોવાથી વાયરલ ફીવરે મધ્ય પ્રદેશમાં પણ પગપેસારો કર્યો છે. ગ્વાલિયરમાં વાયરલ ફીવરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અન્ય જિલ્લાઓમાં પણ કેસની સંખ્યા વધી રહી છે અને હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે.

Read Also

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!