GSTV
India News ટોપ સ્ટોરી

ડે સ્પીકરને શિંદે ગ્રુપનો ખુલ્લો પત્ર! MVA સરકારના મંત્રી, નેતાઓના કૌભાંડો અને ખદબદતા ભ્રષ્ટ તંત્રથી અમે ત્રાસ્યા, મલિક- દેશમુખના નામનો ઉલ્લેખ

એકનાથ શિંદના  વડપણ હેઠળના બળવાખોર જૂથે વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકરને એક પત્ર પાઠવી શિંદેને સંસદીય દળના નેતા તરીકે હટાવતા પક્ષના નિર્ણયને ફગાવી દઈ તેને ગેરકાયેદસર જણાવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે અમે રાજ્યમાં છેલ્લા અઢી વર્ષથી અનિલ દેશમુખ અને નવાબ મલિક જેવા પ્રધાનોના પ્રવર્તતા ભ્રષ્ટાચાર તથા હિંદુત્વની વિચારધારા સાથે બાંધછોડથી મતદારો તરફથી સહેવા પડતાં ટોણાંથી ત્રસ્ત હતા. 

અમારા નેતાઓએ સત્તા માટે હિંદુત્વ સાથે સમાધાન કરી લીધું

અમારા નેતાઓએ સત્તા માટે હિંદુત્વ સાથે સમાધાન કરી લીધું, અઢી વર્ષ અમે મતદારોનાં ટોણાંનો સામનો કર્યો ઃ ઉદ્ધવ પાસે કોરમ જેટલા પણ ધારાસભ્ય નથી.

બિનઅધિકૃત બેઠકમાં પક્ષના ૫૫માંથી માત્ર ૧૬ ધારાસભ્ય હાજર રહ્યા

બળવાખોર ધારાસભ્યોએ  ડેપ્યૂટી સ્પીકરને પાઠવેલા આ પત્રમાં જણાવ્યું છે કે શિવસેના સંસદીય દળના હાલના વડા સહિત અમારામાંથી કોઈપણ ધારાસભ્યને કોઈ પણ જાતની પૂર્વનોટિસ આપ્યા વિના શિવસેના સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હોવાનું અમને જામવા મળ્યું છે. આ બિનઅધિકૃત બેઠકમાં પક્ષના ૫૫માંથી માત્ર ૧૬ ધારાસભ્ય હાજર રહ્યા હતા અને તેમાં એકનાથ શિંદેને સંસદીય દળના વડા પદેથી હટાવવાનો નિર્ણય કરાયો હતો. આ મીટિંગમાં કોઈ કોરમ જ ન હતું અને તે માટે કોઈ નોટિસ પણ અપાઈ નથી આથી તેની કાર્યવાહી ગેરકાયદેસર ઠરે છે. 

anil-deshmukh

૫૫માંથી ૧૬ ધારાસભ્યો સંસદીય દળના નવા નેતાની નિયુક્તિ કરી શકે નહીં

૩૪ ધારાસભ્યોની સહી સાથેના પત્રમાં વધુમાં જણાવાયું છે કે ૫૫માંથી ૧૬ ધારાસભ્યો સંસદીય દળના નવા નેતાની નિયુક્તિ કરી શકે નહીં કારણ કે તેનાથી તો કોરમ પણ પૂરું થાતું નથી.  આ બેઠકમાં અજય ચૌધરીને સંસદીય દળના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં ાવ્યા છે. પરંતુ અમે સૌ સર્વાનુમતે ઠરાવીએ છીએ કે ૨૧મી જુને બપોરે ૧૨.૩૦ કલાકે અજય ચૌધરીની સંસદીય દળના વડા તરીકે નિયુક્તિ કરતો આ ઠરાવ રદબાતલ થવાને પાત્ર છે કારણ તે કોઇપણ પ્રકારની ન્યાયિક સત્તા વિના લેવાયો છે અને આથી તે ગેરકાયેદસર અને બિનઅમલીકરણને પાત્ર છે. 

પત્રની વિગતો અનુસાર ૨૦૧૯માં યોજાયેલી ૧૪મી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પૂર્વે જોડાણ રચ્યું હતું. પક્ષના સંભ્યોમાં અને મોટી સંખ્યામાં કાર્યકરોમાં હાલ જેલમાં રહેલા ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને હાલ અંડર વર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સાંઠગાંઠના આરોપોસર જેલમાં રહેલા લઘુમતી પ્રધાન નબા મલિક ના ભ્રષ્ટાચાર સહિત સ રકાર અને વહીવટી તંત્રમાં જુદા જુદાં સ્તરે પોલીસ પોસ્ટિંગ સહિતની બાબતોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ભારોભાર અસંતોષ પ્રવર્તે  છે. આ ઉપરાંત તદ્દન વિરુદ્ધ વિચારધારા ધરાવતી પરંતુ હાલ સરકારના ભાગરુપ રહેલા પક્ષોના દ્વારા પણ વ્યક્તિગત અને રાજકીય રીતે ભારે ત્રાસ અને દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાર્ટીઓ તેમની સત્તાનો દુરુપયોગ શિવસેનાના પાયાને નબળો પાડવા માટે કરી રહી છે. 

એનસીપી અને કોંગ્રેસ જેવી તદ્દન વિરુદ્ધ વિચારધારા ધરાવતા પાર્ટીઓ સાથે સરકાર રચવાથી શિવસેનાના કાર્યકરોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે . તેના કારણે શિવસેનાની રચના જ વિચારધારાના આધારે થઈ હતી તેની સાથે બાંધછોડ કરવામાં આવી છે. છેલ્લાં અઢી વર્ષથી અમારા નેતાઓએ સત્તા મેળવવા ખાતર પાર્ટીના સિદ્ધાંતો સાથે સમાધાન કરી લીધું છે.  પક્ષના સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્રના લોકોને એક સ્વચ્છ અને પ્રમાણિક સરકાર આપવાઇચ્છતા હતા અને તેઓ હિંદુત્વના સિદ્ધાંત સાથે કોઈપણ ભોગે બાંધછોડ કરવા માગતા ન હતા. પરંતુ, વિરુદ્ધ વિચારધારા ધરાવતા પક્ષો સાથે જોડાણના પહેલા જ દિવસથી આ આદર્શો કોરાણે મુકાઈ ગયા છે. 

2019ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પૂર્વે જોડાણ રચ્યુું

૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પૂર્વે જોડાણ રચ્યુું હતું. મતદારોએ પણ આ જોડાણને સ્વીકારી તેની તરફેણમાં મત આપ્યા હતા. પરંતુ, પરિણામો પછી શિવસેનાએ ભાજપ સાથે જોડાણ તોડી જેની વિરુદ્ધ ચૂંટણી લડયા એમની સાથે જ સત્તા માટે સમજૂતી સાધી લીધી હતી. અમારા પક્ષના નેતાઓના આ કૃત્યથી પાર્ટીના કાર્યકરો પર બહુ નકારાત્મક અસર પડી છે. આ વિરોધી પાર્ટઓ સાથે જોડાણ માટે પક્ષના નેતાઓ સમક્ષ સતત વિરોધ અને રજૂઆત થતાં રહ્યાં છે.

અમારા નેતાઓએ મહાવિકાસ આઘાડીની રચના કરી

આ બધાંને અવગણીને પણ અમારા નેતાઓએ મહાવિકાસ આઘાડીની રચના કરી છે. છેલ્લા અઢી વર્ષથી અમે શિવસેનાના ધારાસભ્યો અને કાર્યકરો મતદારો તરફથી ભારે વિરોધ અને દબાણનો સામનો કરી રહ્યા છીએ અને વિરોધી નેતાઓને સમર્થન બદલ અમારે બહુ અપમાનજનક સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.  અમારે ભ્રષ્ટ મહારાષ્ટ્ર સરકારનો ભાગ બની રહેવા બદલ ભારે આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  આ તમામ બાબતોના સંદર્ભમાં અમે બે ઠરાવ કરી રહ્યા છીએ. એક તો એકનાથ શિંદેની ગત ૨૦૧૯ની ૩૧મી ઓક્ટોબરે થયેલી પંક્ષના સંસદીય દળના વડા તરીકેની નિયુક્તિની અને પુનઃ પુષ્ટી કરીએ છીએ. બીજું કે પાર્ટીના ચીફ વ્હીપ તરીકે ભરત ગોગાવલેની નિયુક્તિ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu

સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર

Zainul Ansari

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’

Hardik Hingu
GSTV