GSTV

સાયરસ મિસ્ત્રી સામે મેદાને ઉતર્યા રતન ટાટા અપીલેટ ટ્રિબ્યૂનલના નિર્ણયની સામે ટીસીએસએ સુપ્રિમ કોર્ટમા કરી અપીલ

ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીની હકાલપટ્ટીના 3 વર્ષ બાદ ટ્રીબ્યુનલે ફરીથી મિસ્ત્રીને ટાટાનું સુકાન પદ આપવાનો આદેશ કરતા સમગ્ર ભારતીય કોર્પોરેટ જગત અને ટાટા સમૂહ દ્રિધામાં મુકાયું છે. ગત મહિને નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલે ટાટા સન્સના ચેરમેન પદેથી મિસ્ત્રીની હકાલપટ્ટીને ગેરવ્યાજબી ગણાવી હતી અને ફરી કાર્યકાળના બાકીના સમય માટે મિસ્ત્રીને ચેરમેન પદ આપવા હુકમ કર્યો હતો.

જોકે ચુકાદા બાદ તરત જ ટાટા સમૂહ તરફથી આવેલ નિવેદનમાં સ્પષ્ટ થઈ ગયું હતુ કે આ ચુકાદો અંતિમ નહિ રહે અને ટાટા સમૂહ કાયદકીય લડત આપશે. ગુરૂવારે ટાટા સન્સ લિમિટેડે સુપ્રિમ કોર્ટમાં NCLATના ચુકાદા વિરૂદ્ધ અરજી કરી હતી. જોકે આશ્ચર્યપમાડે તેવા અહેવાલ શુક્રવારે આવ્યા હતા. ટાટા સન્સના સુકાનપદેથી સાયરસ મિસ્ત્રીને દુર રાખવા માટે ટાટા સમૂહના પૂર્વ ચેરમેન અને મિસ્ત્રીને જ વારસો આપનાર રતન ટાટા મેદાને આવ્યા છે.

રતન ટાટાએ ટાટા સન્સથી અલગ થઈને વધુ એક અરજી સાયરસ મિસ્ત્રી તરફી થયેલ NCLATના ચુકાદા વિરૂદ્ધ સુપ્રિમમાં શુક્રવારે કરી છે. રતન ટાટાએ અરજીમાં કહ્યું કે NCLATનો ચુકાદો ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે કારણકે ટાટા સન્સને NCLATએ બે સમૂહ કંપની સમજીને ચુકાદો આપ્યો છે.

આ સિવાય રતન ટાટાએ કહ્યું કે ટાટા સન્સના ચેરમેનનો પદભાર મિસ્ત્રીને શાપૂરજી પાલોનજી સમૂહના શેરહિસ્સાને કારણે નહોતો આપવામાં આવ્યો હતો. મુખ્ય શેરધારક હોવાની સાથે ચેરમેન તરીકે મેં જ મારી વ્યકતિગત સત્તાને આધારે જ ટાટા સન્સના ચેરમેન તરીકે મિસ્ત્રીની વરણી કરી હતી. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ(રતન ટાટા)નો હિસ્સો 65.89% સ્ટેક છે અને 18.4% શેરહિસ્સો શાપૂરજી પાલોનજી પાસે છે.

READ ALSO

Related posts

લોકડાઉનના અજબગજબ કિસ્સા/ પત્નીને પતિમાં દેખાય છે ભાઈ, સાસૂમાં પોતાની માતા દેખાય છે, કંટાળેલા પતિએ છૂટાછેડા માગ્યા

Pravin Makwana

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ તેમને અને તેમની પુત્રીને ફરી નજરબંધ કરવાનો આક્ષેપ લગાવ્યો

Nilesh Jethva

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!