GSTV

ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનુ સામે આવ્યું નિવેદન, NCLATનો નિર્ણય મિસ્ત્રીના હકમા છતાં…

18 ડિસેમ્બર 2019ના દિવસે NCLAT ના ટાટા સન્સના ચેરમેન પદથી સાયરન મિસ્ત્રીએ હઠાવવાને ગેરકાનુની ઠરાવી તેમને આ પદ પર ફરીથી રાખવાનો આદેશ અપાયો હતો. સાથે જ NCLAT ના ચેરમેન ચંદ્રશેખરને કાર્યકારી ચેરમેન બનાવવા પર મેનેજમેન્ટના આ નિરણયને પણ ગેરકાનુની ઠરાવવામાં આવ્યો હતો.

સાઈરસ મિસ્ત્રીનો ચેરમેન પદ પર પરત ફરવા ઈન્કાર

જો કે, આ બધાની વચ્ચે રવિવારે ટાટાસન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મિસ્ત્રીએ કહ્યું છે કે, NCLAT દ્વારા પોતાના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ તેઓ કંપનીના અધ્યક્ષ પદને ફરીથી સંભાળશે નહીં. સાયરસ મિસ્ત્રીનું આ નિવેદન તે સમયે આવ્યું હતું, જ્યારે ટાટા સન્સે NCLATના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સાઈરસ મિસ્ત્રીનું નિવેદન

NCLATના આ નિર્ણય બાદ ટાટા જૂથમાં પાછા ફરવા પર સાયરસ મિસ્ત્રીએ કહ્યું હતું કે, કંપનીના કોઈપણ કામમા હવે તેમને રસ નથી. વધુમાં તેમણે કહ્યું કે, હું NCLATના આ નિર્ણયનો આદર કરું છું, જેમણે આ કેસની વિસ્તૃત તપાસ કર્યા બાદ મારી કંપનીમાંથી બરતરફ કરવાના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો અને રતન ટાટા અને અન્ય ટ્રસ્ટીઓને પક્ષપાતી વલણ અપનાવવા માટે દોષી ઠેરવ્યા હતા.

શેર હોલ્ડર્સ ચિંતામાં

જો કે, મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું લઘુમતી શેરહોલ્ડર તરીકેના મારા અધિકારોની સુરક્ષા કરવા, ટાટા સન્સ બોર્ડમાં એક બેઠક મેળવવા અને ટાટા સન્સમાં ગવર્નેસ અને ઉચ્ચ પારદર્શિતાના ઉચ્ચ ધોરણોને પુનઃસ્થાપિત કરવાના દરેક વિકલ્પો પર વિચાર કરીશ.


સપ્રીમ કોર્ટમાં ટાટા સન્સ

ઉલ્લેખનીય છે કે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) ના નિર્ણય બાદ ટાટા સન્સ અને TCSએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવેયો છે. રતન ટાટાએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પણ કરી હતી. તેમણે NCLATના ચુકાદાને કેસના રેકોર્ડ પર પ્રતિકૂળ, અચોક્કસ અને અશુદ્ધ ગણાવ્યો છે.

READ ALSO

Related posts

ટીઆરપીમાં ફરીથી અનુપમા સિરિયલે બાજી મારી, આ શોની થઈ છે નવી ધમાકેદાર એન્ટ્રી

Karan

મારાડોનાને વિદાય આપવા આવેલા હજારો ફેન્સ સાથે પોલીસની ઝપાઝપી, દિકરીઓએ આપી અંતિમ વિદાય

Karan

રોહિત શર્મા અંગે આખરે કોહલીએ મૌન તોડ્યું, શા માટે ટીમ સાથે આવ્યો નહીં તેનો આપ્યો જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!