GSTV

સાયરસ મિસ્ત્રીએ ટાટા સન્સની કાઢી ઝાટકણી, સુપ્રીમ કોર્ટમાં કરેલી એક એફિડેવિટમાં રતન ટાટા પર ગંભીર આક્ષેપો

ટાટા સન્સ ચેરમેન પદ પરથી બરતરફ કરવામાં આવેલા સાયરસ મિસ્ત્રીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને ટાટા ગ્રૂપની કામગીરી પર પ્રશ્રો ઉઠાવ્યાં છે. મિસ્ત્રીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે, વર્ષ 2019માં ટાટા ગ્રૂપને રૂ. 13,000 કરોડનું ચોખ્ખું નુકસાન થયું હતું, જે છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી વધારે છે. એટલું જ નહીં મિસ્ત્રીએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરના કોર્પોરેટ વહીવટના ઉચ્ચ ધારાધોરણો અનુસાર સમૂહના આજીવન ચેરમેન બની બેઠેલા રતન ટાટાએ વર્ષ 2012 પછી એમના પર થયેલો તમામ ખર્ચ ટાટા સન્સને પરત કરવો જોઈએ.

નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ  ગયા વર્ષે ડિસેમ્બરમાં ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે સાયરસ મિસ્ત્રીની પુનઃનિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો, જેને ટાટાએ જાન્યુઆરી, 2020ની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમે આ મામલે 29 મેના રોજ સુનાવણી શરૂ કરી હતી અને તમામ પક્ષોને ચાર અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું હતું.

ટાટા પરિવારે મારી ઇમેજ બગાડીઃ મિસ્ત્રી

મિસ્ત્રી પરિવારે શુક્રવારે એનો જવાબ રજૂ કરી દીધો હતો. આ જવાબમાં મિસ્ત્રીએ દાવો કર્યો છે કે, ટાટા ગ્રૂપના નુકસાનીની આંકડામાં ટીસીએસ રોકાણકારોને મોટા પાયે જે ડિવિડન્ડ ચુકવે છે એની રકમને સામેલ કરવામાં આવી નથી. ટાટા ગ્રૂપની સૌથી વધુ કમાણી કરતી ટીસીએસ છે અને એનો રોકડપ્રવાહ સૌથી વધારે છે. મિસ્ત્રીએ દાવો કર્યો છે કે, ટાટા પરિવારે એમની કામગીરીને નબળી દેખાડવા માટે અને એમની ઇમેજ બગાડવા માટે કાર્યકારી નફાની ગણતરી કરવામાં ટીસીએસ દ્વારા ચુકવવામાં આવતા ડિવિડન્ડને સામેલ કર્યું નહોતું. આ જ માપદંડ પર વર્ષ 2019માં ટાટા ગ્રૂપને રૂ. 13,000 કરોડનું ચોખ્ખું નુકસાન થયું છે, જે છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી વધારે છે.

બ્રાન્ડ વેલ્યુને 5 અબજ ડોલરનો લાભ થયો

તેમણે એવું  પણ જણાવ્યું છે કે, વર્ષ 2019માં ટાટા સન્સનું કાર્યકારી નુકસાન 282 ટકા વધીને રૂ. 2,100 કરોડ થયું હતું, જે વર્ષ 2016માં થયેલા નુકસાનથી રૂ. 550 કરોડ વધારે છે. મિસ્ત્રીએ એફિડેવિટમાં દાવો કર્યો છે કે, તેમના ગ્રૂપ ચેરમેન તરીકેના પ્રથમ ત્રણ વર્ષમાં ગ્રૂપ કંપનીઓની વાર્ષિક આવકમાં 34.6 ટકાનો વધારો થયો હતો અને પેટન્ટ ફાઇલિંગમાં 100 ટકાનો વધારો થયો હતો, જેનાથી બ્રાન્ડ વેલ્યુને 5 અબજ ડોલરનો લાભ થયો હતો. મિસ્ત્રીએ એફિડેવિટમાં રતન ટાટાની ઓફિસના સંપૂર્ણ ખર્ચને જાહેર કરવાની માંગણી પણ કરી છે.

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

લોકડાઉન અને વાવાઝોડાના કારણે ગુજરાતની 25 હજાર જેટલી ફિશિંગ બોટ પર રોજી રોટી રળતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!