GSTV

ટાટા સન્સને જ નથી પસંદ કે મિસ્ત્રી ટાટાના બને ‘મહારાથી’ : મામલો પહોંચ્યો સુપ્રીમના દ્રારે

નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલના ચુકાદા વિરુદ્ધ ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની રાહત માંગવાનું નક્કી કર્યું છે. 9 જાન્યુઆરીના રોજ TCSના ત્રિમાસિક પરિણામની વિચારણા માટે બોર્ડ બેઠક બોલાવી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે. ટાટા સન્સે આ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે અપીલ કરી દીધી છે. જોકે સૂત્રોના જણાવ્યાં અનુસાર આ સુનાવણી 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ ખુલશે ત્યારે જ શક્ય બનશે. આ મુદ્દે કાયદાવિદોના જણાવ્યાં અનુસાર મિસ્ત્રી સમૂહની માલિકીની કંપનીઓ વચગાળાના સ્ટેનો વિરોધ કરી શકે છે જેના નિવારણ માટે ટાટા સમૂહે અંતિમ ચુકડા સુધી સાયરસ મિસ્ત્રીને બોર્ડમાં સ્થાન આપવું પઢશે.

અત્રે નોંધનીય છે કે 19 ડિસેમ્બરે NCLATએ પોતાના ચુકાદામાં આદેશ આપ્યો હતો કે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવે તેમજ અન્ય ત્રણ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવે. આ ચુકાદાનો તાત્કાલિક અમલ કરવાં આવે તેવી તાકીદ પણ કરાઈ હતી. કાયદાવિદ કહી રહ્યા છે કે ટાટા સમૂહ સુપ્રીમમાં રાહત મળે તે અગાઉ બોર્ડ મિટિંગ બોલાવવાનું જોખમ લઇ શકે તેમ નથી.જોકે આ મુદ્દે ટાટા સન્સ અને TCS તેમજ શાપુરજી પાલોનજી સમૂહ દ્વારા કોઈ નિવેદન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

અન્ય એક જાણકાર એડવોકેટના જણાવ્યાં અનુસાર NCLATએ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન અને અન્ય કંપનીઓના ડિરેક્ટર પદ બેસાડવાનો આદેશ આપ્યો હતો જેનું ટાટા સન્સ  દ્વારા પાલન કરવામાં આવ્યું નથી આ રીતે કોર્ટનો તિરસ્કાર થયો છે. ટાટા સન્સે તાત્કાલિક ધોરણે સાયરસ મિસ્ત્રીને ચેરમેન નિયુક્ત કરવાના હતા તેને સ્થાને આદેશને પડકાર્યો છે. સામાન્ય રીતે લિસ્ટેડ કંપનીઓ પાસે ક્વાર્ટર પૂર્ણ થયા બાદ રિઝલ્ટ જાહેર કરવા માટે 45 દિવસનો સમય હોય છે આમ TCS પાસે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મેળવવા માટે ફેબ્રુઆરીના મધ્ય સુધીનો સમય છે તેમ એસ & આર એસોસિયેટ્સના પાર્ટનર સુદીપ મહાપાત્રાએ જણાવ્યું હતું.

Read Also

Related posts

40 હજાર લોકો આવ્યા આગળ : સરકાર મંજૂરી આપે તો અમે વેક્સિનને બજારમાં એ જ ભાવે વેચી લગાવી આપવા પણ તૈયાર

Bansari

અમદાવાદમાં ફરી રહ્યાં છે કોરોના જીવતા બોમ્બ, માસ્ક વિનાના 958 લોકોના ટેસ્ટમાં આટલા આવ્યા પોઝિટીવ

Bansari

કોરોનાથી ગુજરાત હેમખેમ હોવાનું કહેતા સીએમ અને પાટીલના ઘરમાં આવ્યો કોરોના, રાજ્યમાં વકર્યો છે કોરોના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!