GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કોરોના સંક્રમિત થયા તો સરકાર આપશે પૂરો ખર્ચો, સહેલાણીઓને આકર્ષવા આ દેશની જબરદસ્ત ઓફર

કોરોના

કોરોના વાયરસના જોખમને અટકાવવા માટે ઘણા દેશોમાં હજુ પણ લોકડાઉન યથાવત છે. આ લોકડાઉનથી દરેક દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે.જેને પાટા પર લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે એવા દેશો જ્યાં લોકડાઉન ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યું છે, ત્યાં ટૂરિસ્ટને આકર્ષિત કરવા માટે ખાસ ઓફર આપવામાં આવી રહી છે.

ટૂરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા ખાસ ઓફર

યુરોપિયન દેશ એટલે સાયપ્રસે હવે કોરોનામાંથી પોતાના અર્થતંત્રને ફરી દોડતું કરવાની શરૂઆત પણ કરી દીધી છે. આ દેશે ટૂરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસીઓ માટે ખાસ ઓફર શરૂ કરી છે.સાયપ્રસની સરકારના જણાવ્યા પ્રમાણે, કોઈપણ પર્યટક તેમના દેશમાં કોરોના પોઝિટિવ મળી આવશે, તો સરકાર તેની સારવારનો તમામ ખર્ચ ઉઠાવશે.

આ દરમિયાન કોરોના દર્દીનું આવવા જવાનું ભાડું, હોટેલમાં રોકાવાનું બિલ અને દવા સહિત ખાવા-પીવાની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવશે.સાયપ્રસના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અમે ઈચ્છે કે, અમારા દેશમાં પ્રવાસીઓ સુરક્ષિત રહે અને મહામરીથી ડરે નહીં. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સાયપ્રસની કુલ અર્થવ્યવસ્થાના 15 ટકા આવક પ્રવાસન ક્ષેત્રમાંથી આવે છે.

સાયપ્રસ કોરોનામુક્ત

તાજેતરના અહેવાલો અનુસાર સાયપ્રસ સરકારે દાવો કર્યો હતો કે, તેમના દેશમાં કોરોનાવાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી.અગાઉ દેશામાં 1,000 કરતાં પણ ઓછો લોકો કોરોના પોઝિટિવ હતા, જેમાંથી 17 લોકો મૃત્યુ પામ્યા હતા. સાયપ્રસ બાદ બીજા પણ યુરોપીયન દેશો જ્યાં કોરોનાના કેસ ઓછા છે અથવા તો નહિંવત છે તેઓ પણ ટૂરિઝમ પરથી ધીમે ધીમે પ્રતિબંધો દૂર કરવાનું વિચારી રહ્યા છે.

Read Also

Related posts

40 હજાર ફ્રેશર્સને TCS આપશે નોકરી, જાણો શું છે કંપનીનો પ્લાન

Arohi

TATA Motorsની ધમાકેદાર ઓફર! ફક્ત 166 રૂપિયા આપીને ખરીદો નવી આ કાર

Arohi

કપડાંની આરપાર જોઈ શકતો હતો ચાઈનીઝ ફોનનો કેમરા, જુઓ તસ્વીરો વિશ્વાસ નહીં આવે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!