GSTV

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Last Updated on October 22, 2021 by Pravin Makwana

ઉત્તરી સાઈપ્રસના વડાપ્રધાન એર્સન સૈનરનો એક વીડિયોથી દેશમાં ભૂકંપ આવી ગયો છે. આ વીડિયોમાં તેમને સેક્સ કરતા જોવા મળ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી સૈનરે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. એર્સન સૈનરે આરોપ લગાવ્યો છે કે વીડિયો તેમને બદનામ કરવા માટે બનાવામાં આવ્યો છે. માફિયાના ઈશારા પર તેને લિંક કરવામાં આવ્યો છે.

પોલીટિકલ પ્રેસરમાં હતાં એર્સન સૈનર

એર્સન સૈનરનું એવું પણ કહેવુ છે કે, આ વીડિયોાં દેખાતો શખ્સ અન્ય કોઈ છે. બે બાળકોના પિતા 54 વર્ષિય સૈનર છેલ્લા કેટલાક દિવસોથી રાજનીતિક દબાણના શિકાર બન્યા હતા. તેમની પોતાની પાર્ટી રાષ્ટ્રીય એકતા પાર્ટીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચો લીધો હતો. જો કે, ફરી તે સરકારમાં આવ્યા હતા. તેઓ ટૂંક સમયમાં જ ચૂંટણી બાદ રાજનીતિમાં સક્રિય રહેવાની યોજના બનાવી રહ્યા હતા. પણ વાંધાજનક વીડિયો સામે આવ્યા બાદ તેમની છબીને ચોક્કસપણે ઝટકો લાગ્યો છે.

શું છે વાયરલ વીડિયોમાં…

વાયરલ વીડિયોમાં એક 20 વર્ષિય યુવતી સ્ટ્રિપટીઝ કરતી દેખાઈ રહી છે. જ્યારે પ્રધાનમંત્રી એર્સન સૈનર કથિત રીત માસ્ટરબેટ કરી રહ્યા છે. જો કે, સૈનર વીડિયોને નકલી ગણાવી રહ્યા છે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ કે, વીડિયો મારો નથી. કોઈ મને મારા પ્રિય દેશ, મારી પાર્ટીની સેવા કરતા રોકવા માગે છે. પણ તેઓ આવું રાજનીતિક માધ્યમોથી નહીં પણ આ પર્સનલ અટેક છે. આ એક ષડયંત્ર છે.

તુર્કીના માફિયાઓ પર આરોપ લગાવતા Ersan Sanerએ કહ્યું કે, આ ફક્ત મારા પર જ નહીં પરંતુ મારા પરિવાર, મારી પાર્ટી અને અમારી રાજકીય સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો. આ કારણે અમે અમારા કાયદાકીય સલાહકારો સાથે બેઠક કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!