GSTV
India

બેંગાલુરુમાં સિલિન્ડર વિસ્ફોટમાં 6ના મોત નીપજ્યા

બેંગાલુરુના ઈજીપુરા વિસ્તારમાં બે માળની ઈમારત ધ્વસ્ત થતા 6 લોકોના મોત નિપજ્યા છે. એક એલપીજી સિલેન્ડરમાં વિસ્ફોટ થવાથી આખી ઈમારત તૂટી પડી હતી.

આ ઘટનામાં મૃત્યુ પામેલા છ લોકોમાં એક દંપતિનો પણ સમાવેશ થાય છે. જો કે તે દંપતિના માસુમ બાળકનો જીવ બચી ગયો છે. પ્રત્યક્ષદર્શીઓના મતે સવારે સાત વાગ્યે વિસ્ફોટ થયો હતો.

આ ધમાકાથી 20 વર્ષ જુની ઈમારત ગણતરીની મિનિટોમાં તૂટી પડી હતી. ગૃહ રાજ્ય પ્રધાન રામાલિંગા રેડ્ડીએ કહ્યું કે આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. જેમાં પાંચ લોકો આ બિલ્ડિંગમાં રહેતા હતા. જ્યારે એક પાડોશી હતા.

Related posts

જળબંબાકાર/ મુંબઈમાં અતિવૃષ્ટિથી ભારે ખાનાખરાબી, રાજ્યમાં આવતા ચાર દિવસ ભારે વરસાદ વરસે તેવો વરતારો

Damini Patel

વધુ એક ફલાઇટમાં ખામી સર્જાઈ/ એલાર્મ વાગ્યા બાદ કોઈમ્બતુરમાં Go First ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત

Binas Saiyed

કાશ્મીર/ સ્વતંત્રતા દિવસ નજીક આવતા આતંકીઓ ફરી સક્રિય, ૨૪ કલાકમાં સૈન્ય પર બે આતંકી હુમલો

Damini Patel
GSTV