GSTV
Home » News » Cyclone Vayu : શા માટે આવે છે ચક્રવાત ? કેવી રીતે પડ્યું ‘વાયુ’ નામ ?

Cyclone Vayu : શા માટે આવે છે ચક્રવાત ? કેવી રીતે પડ્યું ‘વાયુ’ નામ ?

વાયુ ચક્રવાત વેરાવળ નજીક આવી રહ્યું છે. પવનની ગતિ પ્રતિકલાક 140-150 કિલોમિટરનીથી વાવાઝોડું ત્રાટકી શકે છે. તો ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતાં વાવાઝોડાની ગતિ 170 કિલોમિટર પ્રતિકલાક થઈ શકે છે. 13 જૂને વહેલી સવારે વાવાઝોડું વેરાવળ,પોરબંદર, અને દીવમાં ત્રાટકી શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શકયતા છે. ત્યારે આજે ચક્રવાતોના નામ અને તેના ઈતિહાસ વિશે જાણીએ.

અરબ સાગરના ચક્રવાત

જૂનમાં ચક્રવાત આવવું એ સામાન્ય વાત છે. જેમાંથી ઘણા ઓછા ચક્રવાતો અરબી સમુદ્રમાં ઉતપન્ન થાય છે. મહત્તમ ચક્રવાતો બંગાળની ખાડીમાંથી આવે છે. ગત્ત 120 વર્ષમાં જે રેકોર્ડ ઉપલબ્ધ છે તેના પર એક ઉડતી નજર કરીએ તો 14 ટકા ચક્રવાત અરબ સાગરની આસપાસ જ આવે છે. બંગાળની ખાડીની સાપેક્ષે અરબ સાગરમાં જે ચક્રવાત ઉપડે છે તે ખૂબ જ નબળા હોય છે.

શા માટે આવે છે ચક્રવાત ?

ગરમ વિસ્તારોમાં સમુદ્રમાં સુર્યની ભયંકર ગરમીથી હવા ગરમ થઈને વાયુદાબ ઉત્પન્ન કરે છે. હવા ગરમ થઈને ઝડપથી ઉપર આવે છે. જેના પરિણામે વાદળોનું નિર્માણ થાય છે. આ હવાઓ ખૂબ ઝડપી હોય છે. વાદળોની ગર્જના સાથે મૂસળધાર વરસાદ પણ થાય છે. કોઈ વાર ઝડપથી ઘૂમતી હવાઓનું ક્ષેત્ર હજારો કિલોમીટર સુધીનું હોય છે. પરિણામે ભારે ગરમીનો સામનો કરેલ સમુદ્ર બાદમાં ચક્રવાતનું નિર્માણ કરે છે. કહી શકાય કે ઉનાળાના અંતમાં મોટાભાગના ચક્રવાતો સક્રિય બની જતા હોય છે.

કયા વિસ્તારોમાં પ્રભાવિત થાય છે ?

ભારતના તટવર્તી વિસ્તારોમાં જેવા કે ઓડિશા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવામાં તોફાનો સૌથી વધારે સક્રિય થાય છે. હાલમાં જ ઓડિશા અને કોલકત્તામાં ફાની તોફાન આવ્યું હતું. જે પછી આ વર્ષનું આ બીજુ તોફાન છે. જેની અસર ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની છે.

કેવી રીતે પડે છે નામ ?

વિશ્વ હવામાન વિભાગ અને યૂનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફાર એશિયા એન્ડ પેસિફિક દ્રારા ક્રમશ: પ્રક્રિયાઓ પ્રમાણે કોઈ ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે. આઠ ઉત્તર ભારતીય સમુદ્રી દેશ (બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ) એક સાથે મળીને આવનારા ચક્રવાતોના 64 નામો નક્કી કરે છે. જ્યારે ચક્રવાત આ આઠ દેશોના કોઈ પણ વિસ્તારમાં પહોંચે છે. નિયમ પ્રમાણે આગામી નામ ચક્રવાતનું રાખી દેવામાં આવે છે. આ આઠ દેશો તરફથી જણાવવામાં આવેલા નામના પહેલા અક્ષર અનુસાર ક્રમ નક્કી કરવામાં આવે છે. અને એ ક્રમ પ્રમાણે જ આ ચક્રવાતોના નામ રાખવામાં આવે છે. 2004માં નામકરણની આ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

સમુદ્રી ચક્રવાતના નામ

દેશ લિસ્ટ-1 લિસ્ટ-2 લિસ્ટ-3 લિસ્ટ-4 લિસ્ટ-5 લિસ્ટ-6 લિસ્ટ-7 લિસ્ટ-8
બાંગ્લાદેશ ઓનિલ ઓગની નિશા ગિરી હેલન ચપાલા ઓખી ફણિ
ભારત અગ્નિ આકાશ બિજલી જલ લહર મેઘ સાગર વાયુ
માલદીવ હિબારૂ ગોનૂુ આઈલા કેઈલા મદી રોઉન મેકૂન હિકા
મ્યાંમાર પ્યાર યેમાઈન ફયાન થાને નનૌક ક્યાંટ ડેઈ ક્યાર
ઓમાન બાઝ સિદ્ર વાર્ડ મુર્ઝન હુડહુડ નાડા લુબન માહા
પાકિસ્તાન ફાનૂસ નરગીસ લૈલા નિલમ નિલોફર વર્ધા તિતલી બુલબુલ
શ્રીલંકા માલા રશ્મી બંદુ વિયારૂ અશ્હોબા મારૂથા ગાઝા પવન
થાઈલેન્ડ મુકડા ખાઈમુક ફેત ફૈલિન કોમન મોરા ફેથઈ એમફૈન

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળમાં મંદિરમાં ધક્કામુક્કીથી ચારના મોત, 27 ઘાયલ

Mayur

Viral Video: એવી જગ્યાએ આવીને ચોંટી ગઇ ઢગલાબંધ મધમાખીઓ, યુવકને યાદ આવી ગઇ નાની

Bansari

સરહદે પાક.નો મોર્ટારમારો : જવાન શહીદ, સપ્તાહમાં ચાર ભારતીયોના મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!