GSTV
Rajkot Trending ગુજરાત

રાજ્યમાં સાઈક્લોનિક સર્કયુલેશન સક્રિય, રાજકોટમાં 8 કલાકમાં 8 ઈંચ વરસ્યો વરસાદ

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં રાત્રે 1 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ વરસ્યો હતો. જેમાં સવારના 8.30 વાગ્યા સુધીમાં રાજકોટમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો મેઘરાજા આટલેથી ન અટકયા બપોર સુધી વરસવાનું ચાલુ જ રાખ્યુ હતુ.

29 ફૂટના આજી ડેમમાં નર્મદાના નીર આવ્યા હતા. તો મેઘરાજાએ પણ એક જ રાતમાં એટલું હેત વરસાવ્યુ કે આજી-1 ડેમ ઓવરફલો થયો. ઉભરાતા આજી ડેમનું આ દ્રશ્ય દરેક માટે રળિયામણુ હતું. જેથી મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો આજી ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરવા પહોંચી ગયા હતા. શ્રાવણના સરવડા અને ભાદવામાં જો પડે તો ભૂક્કા કાઢી નાખે તેવી જ રીતે રાજકોટમાં એક જ રાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે આજી-1 અને ન્યારી 2 ડેમ ઓવરફલો થયા હતા.

જેથી રાજકોટની આખું વર્ષ પાણીની સમસ્યાનો હલ થઇ ગયો છે. ત્યારે રાજકોટમાં એક જ રાતમાં વરસેલા વરસાદથી રાજકોટ શહેરમાં સર્જાયેલી સ્થિતી પર જો નજર કરીએ તો રાજકોટના અંડરબ્રિજ જાણે પાણીથી ઉભરાઇ ગયા હતા. મહિલા કોલેજ અંડરબ્રિજ હોય કે પછી પોપટપરાનું નાલુ કે પછી લક્ષ્મીનગર જ્યાં જુઓ ત્યાં સ્વીમીંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંડરબ્રિજમાં ભરાયેલા પાણીથી અનેક વાહનો અટકી ગયા હતા. અને જે પણ વાહન ચાલકોએ સાહસ કર્યુ તેમના વાહનો બંધ પડી ગયા હતા..

તો રાજકોટના નીચાણવાળા દરેક વિસ્તારમાં પણ આવી જ રીતે ગોઠણડૂબ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આજી ડેમ ઓવરફલો થતા ગાંડીતૂર બનેલી આજી નદી મહાદેવના મંદિરને જાણે સ્પર્શતી હતી. રાજકોટ શહેર જ નહીં રાજકોટ તાલુકાના ગામડાઓમાં પણ મેઘરાજાએ એટલી જ મહેર કરી જેથી કોટડાસાંગણીનો છાપરી ડેમ ઓવરફ્લો થયો. ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયો. આ ઉપરાતં કોટડાસાંગાણીમાં બે ઇંચ, લોધિકામાં બે ઇંચ, જેતપુર, જસદણ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. તો આટકોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. 

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV